બાઈટ લેવા માટે જો રિયા ચક્રવર્તીનો પીછો કર્યો તો પોલિસ લેશે એક્શન

રિયા ચક્રવર્તીને જામીન મળતા મુંબઈ પોલિસે મીડિયાને પણ કડક નિર્દેશ આપી દીધા છે.

મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુખ્ય આરોપી ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તીને આજે બૉમ્બે હાઈકોર્ટે જામીન આપી દીધા છે પરંતુ તેના ભાઈ શોવિક ચક્રવર્તીને જામીન મળ્યા નથી. સાથે જ કોર્ટે નિર્દેશ આપ્યા છે કે તેણે પોતાના ઘરની નજીકના પોલિસ સ્ટેશન પર 10 દિવસ સુધી રોજ પોતાની હાજરી નોંધાવવી પડશે. તેણે પોતાનો પાસપોર્ટ પર જમા કરાવવાનો રહેશે અને કોર્ટની મંજૂરી વિના તે વિદેશ નહિ જઈ શકે. કોર્ટે રિયા ચક્રવર્તીને એક લાખ રૂપિયાના પર્સનલ બૉન્ડ પર જામીન આપ્યા છે. કોર્ટે કહ્યુ કેજો તેને મુંબઈથી બહાર જવુ હોય તો પણ પોલિસને તેની માહિતી આપવી પડશે.

rhea

આ તરફ રિયા ચક્રવર્તીને જામીન મળતા મુંબઈ પોલિસે મીડિયાને પણ કડક નિર્દેશ આપી દીધા છે. પોલિસે કહ્યુ છે કે જો કોઈએ પણ રિયા કે તેના પરિવારવાળાનો પીછો કર્યો કે તેના વાહનને રોકીને બાઈટ લેવાની કોશિશ કરી તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મુંબઈ પોલિસે સ્પષ્ટ કહ્યુ છે કે કોઈ સિગ્નલ પર કોઈ સેલિબ્રિટી રોકાય તો આવી સ્થિતિમાં તેના વાહનની બારી પર બળજબરીથી માઈક લગાવીને વાત કરનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તીની કવરેજ માટે ઘણા મીડિયા સંસ્થાઓ પણ ટીકાઓમાં ઘેરાયેલી છે. તપાસ એજન્સીઓને બહારથી લઈને સેલિબ્રિટીઝના ઘરોની બહાર સુધી મોટી સંખ્યામાં મીડિયાવાળાઓનો જમાવડો જોવામાં આવ્યો હતો આના કારણે મુંબઈ પોલિસે આ નિર્દેશન જારી કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X