Stree 2 Box Office: સ્ત્રી 2ની બંપર કમાણીથી હલી ગયુ બૉલિવુડ, પઠાણ-જવાનને પણ છોડી પાછળ
Stree 2 Box Office Collection: રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર, જેમણે 2018માં સ્ત્રી સાથે ધૂમ મચાવી હતી, તેણે ભાગ્યે જ વિચાર્યું હશે કે વર્ષ 2024માં તેની સિક્વલ પહેલા કરતાં વધુ મોટો ધમાકો કરશે.
શ્રદ્ધા કપૂરની આ ફિલ્મ ધીમી પડવાના કોઈ સંકેત દેખાડી રહી નથી અને સતત મજબૂત કમાણી કરી રહી છે. હવે અમર કૌશિક દ્વારા નિર્દેશિત આ ફિલ્મ વિશે સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મે 250 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને આ સાથે તેણે ઘણી મોટી ફિલ્મોની કમાણી પાછળ છોડી દીધી છે.

મંગળવારની કમાણીની વાત કરીએ તો, સ્ત્રીએ શાહરૂખ ખાનની બ્લૉકબસ્ટર ફિલ્મો પઠાણ અને જવાનની કમાણીને પાછળ છોડી દીધી છે. બૉક્સ ઓફિસ પર રૂ. 50 કરોડથી વધુની ઓપનિંગ કરનાર સ્ત્રી 2 એ સપ્તાહના અંત સુધીમાં રૂ. 190 કરોડનો બિઝનેસ કર્યો હતો.
Sacnilkના રિપોર્ટ અનુસાર, Stree 2 એ બીજા અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે પાંચમા દિવસે (પહેલા સોમવાર) 38.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે છઠ્ઠા દિવસે (પહેલા મંગળવારે) તેણે 25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જેનાથી ફિલ્મનું કુલ કલેક્શન 254.55 કરોડ રૂપિયા થઈ ગયું હતું. આ પછી લોકો આશ્ચર્યમાં છે.
નોંધનીય છે કે શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'એ તેના પહેલા મંગળવારે 22 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે જવાને 24 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એટલું જ નહીં, સ્ત્રી 2 એ ગદર 2, એનિમલ, બાહુબલી 2 અને પઠાણ પછી છઠ્ઠા દિવસે પાંચમું સૌથી વધુ કલેક્શન નોંધાવ્યું છે. શ્રદ્ધા કપૂર અને તેની બાકીની સ્ટાર કાસ્ટ ફિલ્મ સુપરહિટ બનવાની ઉજવણી કરી રહી છે.












Click it and Unblock the Notifications
