OMG: કોણે કર્યુ માધુરીનું અપમાન? કોની સાથે હતો માધુરીનો અફેર?

Written By:
Subscribe to Oneindia News

હાલમાં જ ધમાકેદાર ફિલ્મ રામ લખન ના 30 વર્ષ પૂરા થયા છે, આ પ્રસંગે સુભાષ ઘાઇ એ મુક્તા આર્ટ્સ થિયેટરમાં ફિલ્મની સ્ક્રિનિંગ રાખી હતી, જેમાં બોલિવૂડના ઘણા સિતારાઓ હાજર રહ્યાં હતા, સિવાય માધુરી દીક્ષિત! આ પાછળ શું કારણ હતું એ તો ખબર નહીં, પરંતુ સુભાષ ઘાઇએ જે કારણ જણાવ્યું તે બેઝલેસ હતું.

સુભાષ ઘાઇએ કહ્યું કે, મહિલાઓની સૌથી મોટી મુશ્કેલી એ છે કે, તેઓ ક્યાંય એકલી નથી જતી. તેમની સાથે તેમના મેનેજર અને બાળકો પણ હોય છે. જ્યારે હીરો તો માત્ર બેગ ઉંચકીને જ્યાં બોલાવો ત્યાં આવી જાય છે. તેમણે જણાવ્યું કે, અનિલ, સંજૂ અને જેકી સુદ્ધાં સાથે તેમના સંબંધો ખૂબ સારા છે અને તેમના ઘરે આવવા-જવાનું પણ થયા કરે છે. બસ એક કોલ કરો કે તેઓ હાજર થઇ જાય છે.

ઉલ્લેખનીય છે કે, આ પાર્ટીમાં માધુરી દીક્ષિતના ગેરહાજર રહેવાનું કારણ મનાય છે સંજય દત્ત. હાલમાં જ સંજય દત્તની બાયોપિકમાં માધુરી દીક્ષિત અને સંજય દત્તના અફેરનો પ્લોટ રાખવામાં આવ્યો છે, એવી અફવા ઉડી હતી. આ ખબરને માધુરીએ નકારી કાઢી હતી.

શાનદાર કેમેસ્ટ્રી

શાનદાર કેમેસ્ટ્રી

જો કે, આ અફવાઓએ ફિલ્મી દુનિયાના જૂના કપલ્સ અને તેમના રહસ્યો પર નજર કરવા લોકોને મજબૂર કરી દીધા. આમ તો, સંજય દત્ત અને માધુરી દીક્ષિતે સાથે વધુ ફિલ્મો નથી કરી, પરંતુ જે ફિલ્મોમાં તેઓ સાથે જોવા મળ્યા એમાં એમની કેમેસ્ટ્રી જોઇને ફેન્સ પાગલ થઇ જતા. થાનેદાર, ખલનાયક અને સાજન, આ ત્રણ ફિલ્મોમાં સંજૂ અને માધુરી સાથે જોવા મળ્યા હતા અને ત્યાર બાદ લોકો તેમની કેમેસ્ટ્રીના દીવાના થઇ ગયા હતા.

1993 બોમ્બ બ્લાસ્ટ કેસ બાદ બધું બદલાઇ ગયું

1993 બોમ્બ બ્લાસ્ટ કેસ બાદ બધું બદલાઇ ગયું

એવી પણ ખબરો હતી કે, માધુરી અને સંજૂ એક સમયે ખૂબ સારા મિત્રો હતા, પરંતુ 1993 બોમ્બ બ્લાસ્ટ કેસ બાદ બધું બદલાઇ ગયું. જો કે, હવે કહેવાઇ રહ્યું છે કે વિધુ વિનોદ ચોપડાએ માર્કો ભાઉ નામની ફિલ્મ માટે માધુરીનો અપ્રોચ કર્યો છે. વિધુ વિનોદ ચોપરા આમ પણ કોન્ટ્રોવર્શિયલ લોકોને સ્ક્રીન પર લાવવા માટે જાણીતા છે. માર્કો ભાઉ માટે તેમની આ ટ્રિક કેટલી કામ આવે છે એ જોવાનું રહેશે.

80ના દાયકાના છેલ્લા વર્ષો

80ના દાયકાના છેલ્લા વર્ષો

ઇન્ટરનેટ પર માધુરી દીક્ષિત અને સંજય દત્તની જૂની તસવીરોને ખજાનો ઉપલબ્ધ છે અને સાથે જ ઘણી મસાલેદાર ગોસિપ પણ. 80ના દાયકાના છેલ્લા વર્ષોમાં માધુરી દીક્ષિતનું કરિયર જોષમાં ચાલતું હતું. તેની તેજાબ અને દિલ જેવી ફિલ્મો બોક્સઓફિસ પર ખૂબ સફળ રહી હતી. તો બીજી બાજુ સંજય દત્ત પણ પોતાનો એક વર્ગ તૈયાર કરીને બેઠા હતા.

રોમાન્સની પળો

રોમાન્સની પળો

આ દરમિયાન સંજય અને માધુરીને સાજન ફિલ્મ માટે સાઇન કરવામાં આવ્યા. આ ફિલ્મના ગીતો આજે પણ ખૂબ લોકપ્રિય છે. આ ફિલ્મમાં રોમેન્ટિક પળો શૂટ કરતાં-કરતાં સંજય અને માધુરી ખૂબ નજીક આવી ગયા હોવાની ખબરો ઉડી હતી. પરંતુ એ સમયે સંજય દત્ત પરિણિત હતા અને તેમને એક પુત્રી પણ હતી.

પડદા પર કમાલ

પડદા પર કમાલ

સાજન ફિલ્મના શૂટિંગ દરમિયાન આ બંન્ને વચ્ચેની ક્લોઝનેસ વધતી ગઇ. સાજન ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ થઇ અને દર્શકોમાં આ બંન્નેની જોડી હોટ ફેવરિટ બની ગઇ. પડદા પર કમાલ કરનાર આ જોડીને ફરીથી સાથે એક ફિલ્મ કરવાની તક મળી, ખલનાયક. આ પછી ફિલ્મી જગતમાં આ બંન્નેના નામની ચર્ચાએ જોર પકડ્યું.

માધુરીના પરિવારનો વિરોધ

માધુરીના પરિવારનો વિરોધ

એક બાજુ સંજય દત્ત પરિણિત હતા, તો બીજી બાજુ માધુરીના પરિવારને પણ તેની સંજૂ સાથેની મિત્રતા નાપસંદ હતી. આ નાપસંદગીના બે કારણો હતો, સંજયનું પરિણિત હોવું અને તેની ડ્રગ્સની આદત. આખરે માધુરીએ પોતાના પરિવારના વિરોધ સામે હાર માનવી પડી.

સ્ટેશન પર જ સંજયની ધરપકડ

સ્ટેશન પર જ સંજયની ધરપકડ

1993માં જ્યારે સંજય દત્ત વિદેશમાં શૂટિંગ કરી રહ્યાં હતા, ત્યારે મુંબઇમાં પોલીસ તેમના આવવાની રાહ જોઇને બેઠી હતી. જ્યારે તેઓ વિદેશથી પરત આવ્યા ત્યારે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સ્ટેશન પર તેમની રાહ જોતી હતી. સંજયના ઘરે પણ પોલીસ હાજર હતી અને તેમને સ્ટેશન પરથી જ અરેસ્ટ કરવામાં આવ્યા હતા.

બેડ બોયની ઇમેજ

બેડ બોયની ઇમેજ

સંજય દત્ત પર ઘણા ગંભીર આરોપ હતા. માધુરીને લાગતું હતું કે, સંજય તેમની બેડ બોયવાળી ઇમેજ છોડી ચૂક્યાં છે, પરંતુ આ કેસ બાદ માધુરીની જાણે આંખો ખુલી ગઇ. આ ઘટના બાદ માધુરી અને સંજય વચ્ચેની નિકટતા લગભગ ખતમ થઇ ગઇ હોવાનું મનાય છે.

ખબરો અનુસાર માધુરીએ જાતે સંજય દત્તને ફોન કરી આ અંગે ચર્ચા કરી અને તેમને રિક્વેસ્ટ કરી હતી કે તેઓ આવું ન કરે. ત્યાર બાદ રાજકુમાર હિરાણીએ જાહેરાત કરી હતી કે, આ ફિલ્મમાં આવો કોઇ પ્લોટ નથી.

English summary
Subhash Ghai royally ignores to invite Madhuri Dixit at Ram Lakhan screening.
Please Wait while comments are loading...