Suhana Khan Boyfriend : રિંકુ સિંહને ડેટ કરી રહી છે શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન?
શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે તેના નવા બોયફ્રેન્ડના સમાચારોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની જીત બાદ શાહરૂખ ખાન સાથે સાથે સુહાના ખાન પણ ખુબ જ ખુશ દેખાતી હતી. સુહાના ખાન પણ KKRની ટ્રોફી જીતવાની ક્ષણનો ભાગ બની અને તેના પિતાને ગળે લગાવીને ભાવુક થઈ ગઈ હતી.

અહીંથી શાહરૂખ ખાનને ને ગળે લગાવવાનો સુહાના ખાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વચ્ચે હવે અહેવાલો આવી રહ્યા છે કે સુહાના ખાન KKRના દિગ્ગજ બેટ્સમેન રિંકુ સિંહને ડેટ કરી રહી છે. ગયા વર્ષે પણ રિંકુ અને સુહાનાના સંબંધોની અફવાઓ સામે આવી હતી.
હવે ફરી એકવાર રિંકુની જોડી કિંગ ખાનની પુત્રી સુહાના સાથે જોવા મળી રહી છે અને ફેન્સ કમેન્ટ અને ટ્રોલ પણ કરી રહ્યા છે. ગયા વર્ષે ગુજરાત ટાઇટન્સ સામે રિંકુ સિંહની ઇનિંગ્સ પર સુહાનાની પ્રતિક્રિયા પણ વાયરલ થઈ હતી.
ગયા વર્ષે જ્યારે રિંકુ સિંહ અને સુહાના ખાનના સંબંધોના સમાચાર ફેલાયા હતા. તે પછી કોલકાતાના મેચ ફિનિશર્સમાંના એક રિંકુ સિંહે એક મીડિયા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સિંગલ છે અને કોઈ મહિલાને ડેટ કરી રહ્યો નથી.
થોડા સમય પહેલા સચી મારવાહનું નામ તેની સાથે જોડવામાં આવી રહ્યું હતું પરંતુ બાદમાં ખબર પડી કે સચી વાસ્તવમાં નીતીશ રાણાની પત્ની છે. આ સાથે રિંકુ રિલેશનશિપમાં હોવાના સમાચાર પર પૂર્ણવિરામ મૂકાયું હતું.
શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનનું નામ ઘણા લોકો સાથે જોડાયુ છે. એક સમયે તેનું નામ અહાન પાંડે સાથે જોડાયુ હતુ. અહાન બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેનો કઝીન છે. બન્ને એક સાથે સિનેમા હોલની બહાર નીકળતા જોવા મળ્યા હતા.
થોડા સમય પહેલા તે અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાને ડેટ કરતી હોવાની ચર્ચાઓમાં આવી હતી. હવે રિંકુ સિંહ સાથે ડેટિંગના સમાચાર વેગ પકડી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
