લાખોનો બોલ્ડ ડ્રેસ પહેરીને કેમેરા સામે આવી સુહાના ખાન, કિંમત સાંભળીને ચૌકી જશો

બોલિવૂડની ઉભરતી અભિનેત્રી સુહાના ખાન સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. સુહાનાના ફેન્સ તેના લેટેસ્ટ અવતારની રાહ જોવા રહે છે ત્યારે હવે તે લાખોનો ડ્રેસ પહેરીને કેમેરા સામે આવી હતી.

સુહાના ખાન લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. તે હંમેશા તેના લુક અને ફેશન સેન્સને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. સુહાના ખાન ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

Suhana Khan

સુહાના સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. તે પોતાના સ્પેશિયલ લુકથી ફેન્સને ઇમ્પ્રેસ કરતી રહે છે. આ વખતે પણ સુહાના ખાને પોતાની સુંદરતાનો જાદુ લોકો પર પાથર્યો છે.

સુહાના ખાને હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા છે. આ તસવીરોમાં સુહાના ખાનની સુંદરતા જોવા મળી રહી છે. આ તસવીરોમાં સુહાના ખાને સિમ્પલ ફ્લોરલ રોઝ પ્રિન્ટ બ્લેક અને રેડ ગાઉન પહેર્યું છે.

આ ડ્રેસમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. સુહાના ખાનના આ સિમ્પલ ડ્રેસની કિંમત એટલી વધારે છે કે તે જાણીને લોકો ચૌકી રહ્યા છે. સુહાનાનો ડ્રેસ લાખો રૂપિયાનો છે.

અહેવાલો અનુસાર, સુહાના ખાનનો આ ડ્રેસ ડોલ્સે એન્ડ ગબ્બાના બ્રાન્ડનો છે. આ ડ્રેસની કિંમત લગભગ 2 લાખ રૂપિયા છે. આ ડ્રેસમાં સુહાના ખાને મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આ તસવીરોમાં સુહાના ખાન હસતી જોવા મળી રહી છે.

સુહાના ખાને આ તસવીરો શેર કરતા લખ્યુ કે, All Smiles. સુહાના ખાનની આ કિલર સ્ટાઈલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. સુહાનાની આ તસવીરો પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. લોકો ડિમ્પલ સાથે સુહાના ખાનની સુંદર સ્મિતની પણ પ્રશંસા કરી રહ્યાં છે.

સુહાના ખાન ટૂંક સમયમાં બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તે ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝમાં જોવા મળશે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર 7 ડિસેમ્બર 2023ના રોજ રિલીઝ થશે. સુહાના ખાન ઉપરાંત દિવંગત અભિનેત્રી શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂર અને બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા પણ આ ફિલ્મમાં જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X