સુહાના ખાને ટ્રાન્સપરન્ટ વ્હાઈટ ટૉપમાં શેર કર્યો ગ્લેમરસ ફોટો, ફેન્સે ગણાવ્યો સૌથી હૉટ
હાલમાં સુહાનાનો વધુ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જે તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે.
મુંબઈઃ ફિલ્મ સ્ટાર શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન આમ તો અત્યારે સ્ટુડન્ટ છે પરંતુ સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતા કોઈ અભિનેત્રીથી કમ નથી. સોશિયલ મીડિયા પર ઘણી વાર તેના વીડિયો અને ફોટા વાયરલ થતા રહે છે. હાલમાં સુહાનાનો વધુ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જે તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે. આમાં તે વ્હાઈટ ટૉપમાં દેખાઈ રહી છે.

રજાઓ માણી રહી છે સુહાના
સુહાના ખાન હાલમાં રજાઓ માણી રહી છે. સુહાનાના રજાઓના છેલ્લા દિવસનો આ ફોટો છે જેને કેપ્શન આપ્યુ છે - લાસ્ટ ડે. સુહાનાએ આ ફોટામાં બ્લેક કલરની સ્લિપ ટૉપ સાથે વ્હાઈટ કલરનુ ટ્રાન્સપરન્ટ ક્રૉપ ટૉપ પહેર્યુ છે અને તડકામાં ઉભી રહીને પોઝ આપી રહી છે જેમાં તે ખૂબ ગ્લેમરસ લાગી રહી છે.

ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે સુહાના
સુહાના ખાન હવે ફિલ્મોમાં પણ ડેબ્યુ કરવા જઈ રહી છે સુહાનાનુ બૉલિવુડ ડેબ્યુ ઘણુ ધમાકેદાર થવાનુ છે. તે એક ટીન એજ ડ્રામા દ્વારા બૉલિવુડમાં ડેબ્યુ કરવાની છે. તેને ઝોયા અખ્તર અને કરણ જોહર જેવા મોટા નામ લૉન્ચ કરી રહ્યા છે. સુહાનાની પહેલી ફિલ્મનુ નિર્દેશન ઝોયા અખ્તર કરી રહી છે વળી, ફિલ્મના પ્રોડ્યુસર હશે કરણ જોહર.

21 વર્ષની છે સુહાના
સુહાના ખાન હાલમાં ન્યૂયોર્કમાં અભ્યાસ કરી રહી છે. સુહાના ખાન લંડનથી ગ્રેજ્યુએટ થઈ હતી. ત્યારબાદ તેણે ન્યૂયોર્કમાં આગળનો અભ્યાસ કર્યો હતો. સુહાના ત્યાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ કરી રહી છે. સુહાના ખાને આ વર્ષ 22 મેના રોજ પોતાનો 21મો જન્મદિવસ મનાવ્યો છે. શાહરુખ ખાન અને ગૌરીને ત્રણ બાળકો છે. મોટો દીકરી આર્યન ખાન, પછી સુહાના અને નાનો દીકરો અબરામ છે.












Click it and Unblock the Notifications
