For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હું નહીં, સુનીલ દત્ત હતાં પ્રથમ ઍંગ્રી યંગ મૅન : અમિતાભ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 6 માર્ચ : ઝંજીર તથા નમક હરામ જેવી ફિલ્મો દ્વારા ઍંગ્રી યંગ મૅન તરીકેનો ખિતાબ પામનાર અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેમની નજરે સુનીલ દત્ત બૉલીવુડના પ્રથમ ઍંગ્રી યંગ મૅન હતાં. અમિતાભ બચ્ચને મધર ઇન્ડિયા ફિલ્મનો દાખલા આપતાં જણાવ્યું કે આ ફિલ્મમાં સુનીલ દત્તે બિરજૂ નામના એક યુવાનનો રોલ કર્યો હતો કે જે પોતાની માતા વિરુદ્ધ થયેલ અત્યાચારો પ્રત્યે આક્રોશિત હોય છે.

amitabh-sunil

નોંધનીય છે કે મધર ઇન્ડિયા મહેબૂબ ખાન દિગ્દર્શિત ફિલ્મ હતી. આ ફિલ્મમાં એક મહિલા પોતાના પતિએ છોડી ચાલ્યા ગયા બાદ જીવન પસાર કરવા માટે ઝઝૂમે છે. બિરજૂ તે જ માતાનો પુત્ર હોય છે કે જે મહાજનોના શોષણના કારણે હથિયાર ઉપાડી લે છે. આ યુવાનનો રોલ સુનીલ દત્તે ખૂબ જ સુંદર રીતે ભજવ્યો હતો. તે પછી સુનીલ દત્ત એક સ્ટારબની ગયા હતાં. આ પાત્ર મહેબૂબ ખાન દ્વારા ઊભો કરાયો હતો. આ ફિલ્મ દરમિયાન જ સુનીલ દત્ત ફિલ્મના એક દૃશ્યમાં પોતાની માતાનો રોલ કરતાં નરગિસને આગમાંથી બચાવે છે અને આ દૃશ્યના શૂટિંગ દરમિયાન સાચે જ આગ લાગી જાય છે. સુનીલ દત્તના આ સાહસ બાદ સુનીલ દત્ત અને નરગિસે આ ફિલ્મ રિલીઝ થયા બાદ લગ્ન કર્યા હતાં.

અમિતાભ બચ્ચને પણ આવા જ પ્રકારના પાત્રો ઝંજીર, દીવાર તેમજ અગ્નિપથ જેવી ફિલ્મોમાં ભવ્યા હતાં કે જેમાં એક યુવાન પોતાના પરિવાર સાથે થયેલ અન્યાયનો બદલો લેવા ગુનાખોરીના અંધકારમય માર્ગે ચાલી નિકળે છે, સમાજ સામે લડે છે અને સિસ્ટમને ઉખેડી ફેંકવા માંગે છે. આ પાત્રોમાં અમિતાભે પોતાને ઍંગ્રી યંગ મૅન તરીકે પ્રસ્થાપિત કર્યાં, પરંતુ અમિતાભનું કહેવું છે કે બૉલીવુડના પ્રથમ ઍંગ્રી યંગ મૅન તેઓ નહીં, પણ સુનીલ દત્ત હતાં. મધર ઇન્ડિયાને બૉલીવુડની સૌથી સફળ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે.

English summary
Amitabh Bachchan, who earned the tag of "Angry Young Man" after his films Zanjeer and Namak Haraam, believes the first actor to hold the title is not him but Sunil Dutt who portrayed an angry Birju in the 1957-epic Mother India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X