કોણ ભારે પડશે : અઢી કિલોનો હાથ કે દબંગાઈ ?
મુંબઈ, 23 ફેબ્રુઆરી : છેલ્લા કેટલાંક વર્ષોથી સતત ઈદનો તહેવાર સલમાન ખાનના નામે રહ્યો છે. દર વર્ષે ઈદના મુબારક પ્રસંગે સલમાન ખાનની કોઈને કોઈ નવી ફિલ્મ રિલીઝ થાય છે અને તે રેકૉર્ડ કમાણી કરે છે. ઈદ બાદ થોડાંક સપ્તાહો સુધી પણ સલમાન ખાન જ બૉક્સ ઑફિસે છવાયેલાં રહે છે, પરંતુ આ વખતે સલમાન ખાનને ટક્કર આપવા સન્ની પાજી પણ મેદાનમાં ઉતરી રહ્યાં છે. સલમાન ખાનની ફિલ્મ કિક સાથે આ વર્ષે સન્ની દેઓલની ફિલ્મ સિંહ સાહબ ધ ગ્રેટ પણ ઈદે જ રિલીઝ થવા જઈ રહી છે. સન્નીની આ ફિલ્મ ઘણાં વર્ષોથી અટકી પડી હતી અને આખરે જ્યારે ફિલ્મનો કોઈ ખરીદનાર મળ્યો, તો તેમણે ફિલ્મને કોઈ મોટા તહેવાર પ્રસંગે રિલીઝ કરવાનું વિચાર્યું છે

એમ તો છેલ્લા ચાર વર્ષોથી સતત સલમાન ખાન ઈદ પ્રસંગે પોતાની ફિલ્મો રિલીઝ કરી પોતાને ઈદના સુપરસ્ટાર બનાવી રાખ્યાં છે, પરંતુ આ વખતે સન્ની દેઓલ પણ પોતાને સલમાન ખાન સામે પડકારવા તૈયારી કરી રહ્યાં છે. હજી સુધી જોવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ તહેવારે બે ફિલ્મો એક સાથે રિલીઝ થઈ છે, તો તેમાંથી એક તો હિટ થઈ, પરંતુ બીજી ફિલ્મને ભારે નુકસાન થયો. જોકે ગત વર્ષે દીવાળી પ્રસંગે જબ તક હૈ જાન અને સન ઑફ સરદાર બંને રિલીઝ થઈ. છતાં બંનેએ સારો વ્યવસાય કર્યો.
સન્ની દેઓલનું કહેવું છે કે આજકાલ બહુ બધા સિનેમા હૉલ્સ, મલ્ટીપ્લેક્સ ખુલી ગયાં છે. એવામાં જો બે ફિલ્મો એક સાથે રિલીઝ થાય, તો બંનેને ફાયદો થાય છે. જોકે હવે જોવાનું એ રહે છે કે સન્ની દેઓલનો અઢી કિલોનો હાથ ભારે પડે છે કે સલમાન ખાનની દબંગાઈ?












Click it and Unblock the Notifications
