પાપા ધર્મેન્દ્રની બાયોપિક પણ બનશેઃ સની દેઓલ

યમલા પગલા દિવાનાની સિક્વલને લઈને સની દેઓલ હાલ ચર્ચામાં છે અને તેમણે વધુ એક ઈચ્છા પણ વ્યક્ત કરી છે.

યમલા પગલા દિવાનાની સિક્વલને લઈને સની દેઓલ હાલ ચર્ચામાં છે અને તેમણે વધુ એક ઈચ્છા પણ વ્યક્ત કરી છે. એમનું કહેવું છે કે આ સમયે ફિલ્મોમાં બાયોપિકનો ક્રેઝ ચાલી રહ્યો છે અને તેઓ ઈચ્છે છે કે તેમના પપ્પા અને પીઢ અભિનેતા ધર્મેન્દ્રની બાયોપિક પણ બને. આના માટે સની દેઓલે કેટલીક શરત રાખી છે જેને પૂરી કર્યા બાદ જ તેઓ આ વિશે આગળનું પગલું ભરશે. સની દેઓલનું કહેવું છે કે આ ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ દિગ્દર્શક અને લેખક જોઈએ છે.

યોગ્ય ટીમની શોધમાં છે

યોગ્ય ટીમની શોધમાં છે

એમનું કહેવું છે કે ધર્મેન્દ્રની ફિલ્મ હોવાથી તેઓ ફિલ્મમાં કંઈ કમી નથી કરવા માંગતા માટે તેઓ એક એવી ટીમની શોધમાં છે જેઓ યોગ્ય સમય આપી શકે.

કોણ બનશે ધર્મેન્દ્ર?

કોણ બનશે ધર્મેન્દ્ર?

સની દેઓલે કહ્યું હતું કે જો પપ્પાની બાયોપિક બનશે તો ધર્મેન્દ્રનો રોલ અભય દેઓલ નિભાવી શકે છે. ધર્મેન્દ્રની વાત કરીએ તો તેમણે એકથી બઢકર એક ફિલ્મ બૉલીવુડને આપી છે જેને દર્શકો હંમેશા યાદ રાખશે.

સનીને પણ નહીં ખબર હોય ધર્મેન્દ્રની અમુક વાતો

સનીને પણ નહીં ખબર હોય ધર્મેન્દ્રની અમુક વાતો

સની દેઓલનું કહેવું છે કે તેઓ આ ફિલ્મને એટલા માટે બનાવવા માગે છે કેમ કે આમાં તેમના પિતા પણ સામેલ છે અને તેઓ જ એવી વાતોનો ઉલ્લેખ કરશે જે કદાચ સની દેઓલને પણ ખ્યાલ નહીં હોય.

યમલા પગલા દિવાના

યમલા પગલા દિવાના

હાલ સની દેઓલ પોતાની ફિલ્મ યમલા પગલા દિવાનાના પ્રમોશનમાં વ્યસ્ત છે અને ફિલ્મના ટ્રેલરને પણ સારો રિસ્પેન્સ મળી રહ્યો છે. આ ફિલ્મમાં બૉબી દેઓલ અને ધર્મેન્દ્ર પણ જોવા મળશે. આ સિરીઝની તેમની આ ત્રીજી ફિલ્મ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X