સન્ની લિયોનની દુબઈ ટ્રિપ કૅંસલ, આયોજકો મુશ્કેલીમાં
મુંબઈ, 26 એપ્રિલ : સંજય ગુપ્તાની આગામી 3જી મેના રોજ રિલીઝ થનાર શૂટઆઉટ એટ વડાલા ફિલ્મનું પ્રમોશન પરાકાષ્ઠાએ છે. તે સંદર્ભે જ સન્ની લિયોને ફિલ્મની ટીમ સાથે દુબઈમાં એક શો કરવાનો હતો. આ શો માટે આયોજકોએ ભારે તૈયારીઓ કરી હતી, પરંતુ છેલ્લી ઘડીએ દુબઈના ડિપાર્ટમેંટ ઑફ ટૂરિઝ્મ એન્ડ કૉમર્સ માર્કેટિંગે તેમના શો ઉપર પ્રતિબંધ લગાવી દીધું.

સન્ની લિયોનના શો ઉપર બૅન લગાવાતાં આયોજકોના મોડા પડી ગયાં છે. સન્ની લિયોનના નામે લાખો રુપિયામાં ટિકિટો વેચનાર આયોજકોએ હવે દર્શકોની ટિકિટો પરત કરવી પડી રહી છે કે જેથી તેઓ તમામ ઉદાસ થઈ ગયાં છે.
આપને જણાવી દિએ કે એકતા કપૂર નિર્મિત અને સંજય ગુપ્તા દિગ્દર્શિત શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં સન્ની લિયોનનું માદક ઉત્તેજક આયટમ સૉંગ છે લૈલા તેરી લુટ લેગી... હાલ આ ગીતે ટૉપ ટેન સૉંગ્સમાં સ્થાનમાં જાળવી રાખ્યું છે. આ જ ગીત ઉપર સન્ની લિયોન દુબઈમાં પરફૉર્મ કરવાના હતાં, પરંતુ હવે તેઓ ડાન્સ નહીં કરી શકે. તેથી સન્ની લિયોન પોતે પણ ખૂબ દુઃખી છે.












Click it and Unblock the Notifications
