મારા ઘરને પોતાના જેવું સુંદર બનાવવા માંગે છે સન્ની

મુંબઈ, 17 ડિસેમ્બર : સન્ની લિયોનનું નામ લેતાં જ આંખો સામે મદ-મસ્ત અને સુંદર, પણ બેહદ બિંદાસ્ત તથા બોલ્ડ અભિનેત્રીનો ચહેરો ફરી વળે છે. તેમની ઇચ્છા છે કે તેઓ બૉલીવુડમાં સફળતાપૂર્વક પગ જમાવી લે. તેના માટે તેઓ રાત-દિવસ મહેનત કરે છે. તાજેતરમાં જ લાંબી મથામણ બાદ તેમણે મુંબઈમાં એક આલીશાન બંગલો ખરીદી લીધો છે કે જેને તેઓ પોતાના હાથે શણગારવામાં વ્યસ્ત છે.

Sunny Leone

સન્ની લિયોનનું કહેવું છે કે પોતાના ઘરને સુંદર બનાવવા માટે તેમને કોઈ ઇંટીરિયર ડિઝાઇનરની જરૂર નથી. તેઓ પોતાની જાતે જ પોતાના ઘરને પોતાના જેવું સુંદર બનાવી લેશે. તેમના આ હસીન નિર્ણયમાં તેમના પતિ પણ ભરપૂર સહકાર આપી રહ્યાં છે. ખેર, આપણે પણ આશા સેવીએ કે સન્ની લિયોનનું ઘર તેમના જેવું જ સુંદર બનીને તૈયાર થઈ જાય. સન્નીએ પોતાના ઘર માટે ઘણી બધી પેંટિંગ્સ પણ ખરીદી છે.

આપને જણાવી દઇએ કે સન્ની લિયોન એકતા કપૂર સાથે કામ કરી રહ્યાં છે. તેઓ બાલાજી પ્રોડક્શન બૅનર હેઠળ બનતી રાગિણી એમએમએસ 2 ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. તે અંગે સન્નીએ ટ્વિટર પર લોકોને માહિતી આપી હતી. સુપર નૅચરલ પાવર, પણ બિંદાસ્ત એમએમએસના ભયાનક કિસ્સાની વાર્તા રાગિણી એમએમએસ 2નું શુટિંગ પણ શરૂ થઈ ચુક્યું છે. તેમાં પૂર્ણત્વે સન્ની લિયોનની ભાગીદારી હશે. સન્ની ફિલ્મમાં એક્ટિંગ તો કરી જ રહ્યાં છે, સાછે જ તેઓ અવાજ પણ આપશે. સન્નીએ એકતા કપૂરના વખાણ કરતાં લખ્યું છે કે મેં તેમના ખૂબ વખાણ સાંભળ્યા હતાં. મને તેમને મળીને આનંદ થયો. હું ખૂબ ખુશ છું કે હું પ્રસિદ્ધ પ્રોડક્શન સાથે કામ કરી રહી છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X