રામ ગોપાલ વર્મા સામે નોંધાઇ ફરિયાદ, કારણ સની લિયોન

Written By:
Subscribe to Oneindia News

રામ ગોપાલ વર્મા આજ-કાલ પોતાની ફિલ્મો કરતાં વધારે તેમના અજીબો-ગરીબ ટ્વીટને કારણે ચર્ચામાં રહે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના રોજ પણ રામ ગોપાલ વર્માએ કંઇક એવું જ કર્યું, તેમણે જે રીતે આ મહિલાઓને આ દિવસની શુભકામનાઓ આપી તેનાથી મહિલાઓ ખૂબ દુઃખી થઇ હતી.

sunny leone ramhopal verma

રામ ગોપાલ વર્માએ મહિલા દિનના રોજ ટ્વીટર પર લખ્યું હતું, દુનિયાની દરેક મહિલા પુરૂષને એટલી જ ખુશી આપે, જેટલી સની લિયોન આપે છે.

ગોવામાં નોંધાઇ ફરિયાદ

મહિલા દિવસ નિમિત્તે કરેલા રામગોપાલ વર્માના આ ટ્વીટ વિરુદ્ધ ગોવામાં મહિલા કાર્યકર્તા વિશાખા મહામ્બરે ફરિયાદ નોંધાવી છે. આ સિવાય ટ્વીટર પર પણ લોકોએ રામગોપાલ વર્માના આ ટ્વીટ પર નારાજગી વ્યક્ત કરી હતી અને કેટલાક લોકોએ તો તેમને કાયદો હાથમાં લેવાની ધમકી પણ આપી હતી.

સોશિયલ એક્ટિવિસ્ટ અને એનસીપી(નેશનલ કોંગ્રેસ પાર્ટી)ના એક સભ્યએ તો ત્યાં સુધી કહ્યું કે, જો રામગોપાલ વર્માએ પોતાના આ ટ્વીટ બદલ માફી નહીં માંગી તો તેમની સામે 'જૂતા મારો' શરૂ થશે. આખરે થાકીને રામગોપાલ વર્માએ પોતાના ટ્વીટ બદલ માફી માંગી પરંતુ ડિસ્ક્લેમર સાથે..

રામગોપાલ વર્માએ ટ્વીટ કરી કહ્યું કે, 'મારા ટ્વીટથી જો કોઇની લાગણી દુભાઇ હોય તો હું માફી માંગુ છું, આ માફી એમના માટે નથી જેમણે પબ્લિસિટી માટે મારા ટ્વીટનો ઉપયોગ કર્યો તથા કાયદો પોતાના હાથમાં લેવાની વાત કહી. હું મહિલા દિવસ પર માત્ર મારી ભાવનાઓ શેર કરી રહ્યો હતો.'

સની લિયોનનો જડબાતોડ જવાબ

રામગોપાલ વર્માના ટ્વીટ સામે હવે સની લિયોને પણ જડબાતોડ જવાબ આપ્યો છે. સની લિયોને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે આ ડાયરેક્ટરને સાચા બદલાવ માટે સમજી-વિચારીને શબ્દો પસંદ કરવાની સલાહ આપી છે અને સાથે એમ પણ કહ્યું છે કે વ્યક્તિએ હંમેશા સમજી-વિચારીને વાતો કરવી જોઇએ, નહીં તો તેને હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે.

English summary
Sunny Leone, through a small video, without mentioning Ram Gopal Varma's name, conveyed her take on the Women's Day tweet controversy.
Please Wait while comments are loading...