Pics : સો કરોડની લ્હાયમાં સેક્સનો તડકો : યૂ ટ્યુબ પર રાગિણીનો ઉત્તેજક વીડિયો!
મુંબઈ, 31 માર્ચ : આને કદાચ ફિલ્મને 100 કરોડ ક્લબમાં જોડવા માટેની કોશિશ કહો કે પછી નિર્માતાઓનું ગાંડપણ કે જેઓ પૈસા કમાવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. હા જી, એકતા કપૂરે કંઈક એવુ જ કામ કર્યું છે કે જેના કારણે અમારે લોકોને આવી વાતો કહેવી પડી રહી છે.
હકીકતમાં 21મી માર્ચે રિલીઝ થયેલી સન્ની લિયોનની હૉરર ફિલ્મ રાગિણી એમએમએસ 2 સુપર હિટ થઈ ગઈ છે. ફિલ્મે અત્યાર સુધી 45 કરોડ રુપિયા કમાવી લીધા છે અને હજીય તેની કમાણીમાં કોઈ ઓટ નથી આવી, પરંતુ ફિલ્મવાળાઓને લાગે છે કે ફિલ્મે વધુ પૈસા કમાવવા જોઇએ. તેથી જ કોઇકે યૂ ટ્યુબ પર ફિલ્મનો તે સેક્સ વીડિયો લોડ કર્યો છે કે જેને સેંસર બોર્ડે હટાવી દીધો હતો.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ઉત્સુકતા વધારવાનો કીમિયો
યૂ ટ્યુબ ઉપર લોડ કરવામાં આવેલ વીડિયો ઉપર લખેલું છે કે તેને આપ પિક્ચર હૉલમાં અધૂરો જોઈ શકશો. જેમ આ સેક્સ વીડિયો અપલોડ થયો કે ઝડપથી વાયરલ થઈ ગયો.

લાખો લોકોએ જોયો
આ વીડિયોને બે જ દિવસમાં બાર લાખ લોકો જોઈ ચુક્યાં છે.

કમાણી કન્ટીન્યુ
રાગિણી એમએમએસ 2એ અત્યાર સુધી 45 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે અને હજી તેની કમાણીનો આંકડો વધતો જ જાય છે.

સન્નીની સફળતા
જિસ્મ 2 સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સન્ની લિયોનને આ ફિલ્મ સાથે જ બૉલીવુડમાં અપેક્ષિત સફળતા મળી ગઈ છે.

ગીતો પણ હિટ
રાગિણી એમએમએસ 2 ફિલ્મ જ નહીં, પણ તેના ગીતો પણ હિટ થયા છે. બૅબી ડોલ... અને ચાર બોતલ વોડકા... ગીતો ધૂમ મચાવી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
