સલમાન ખાનીની ફિલ્મ દબંગ 3 પર સંકટના વાદળો મંડરાયા, ASI અટકાવી શકે શૂટિંગ
સલમાન ખાનીની ફિલ્મ દબંગ 3 પર સંકટના વાદળો મંડરાયા, ASI અટકાવી શકે શૂટિંગ
સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ દબંગ 3નું શૂટિંગ હાલ મધ્યપ્રદેશમાં ચાલી રહ્યું છે અને સલમાન ખાનની ફિલ્મ પર સંકટનાં વાદળો મંડરાઈ રહ્યાં છે. જણાવી દઈએ કે સલમાન ખાનને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (ASI)એ નોટિસ પાઠવી છે અને ચેતવણી આપી છે કે ઐતિહાસિક ધરોહરને તેઓ નુકસાન પહોંચાડી રહ્યા છે. ASIએ સલમાન ખાન અને તેની ટીમને આદેશ આપ્યો છે કે મધ્ય પ્રદેશના માંડૂ સ્થિત ઐતિહાસિક જળ મહલમાં બનાવેલ બે સેટને હટાવે નહિતર કાર્યવાહી કરવામાં આવશે અને તેમણે શૂટિંગ પણ રોકવું પડી શકે છે.

સલમાનની મુસિબત વધી
એએસઆઈનું કહેવું છે કે આ મામલે પહેલા જ જણાવી દેવામાં આવ્યું હતું પરંતુ ફિલ્મ ક્રૂએ પ્રાચીન સ્મારક અને પુરાતત્વ સ્થળ અને અવશેષ અધિનિયમ 1959ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. અગાઉ સલમાન ખાને મહેશ્વરમાં ફિલ્મનું ટાઈટલ ટ્રેક શૂટ કર્યું હતું જેમાં શિવલિંગને લઈ વિવાદ થયો હતો પરંતુ સલમાન ખાનના નિવેદન બાદ બધું ઠીક થઈ ગયું હતું. આ ફિલ્મને પ્રભુદેવા નિર્દેશિત કરી રહ્યા છે અને સલમાન ખાન ત્રીજી વખત દબંગ અંદાજમાં જોવા મળશે.

દમદાર ફિલ્મ
સલમાન ખાનની ફિલ્મ દબંગ 3ને લઈ અત્યાર સુધી જે ખબર આવી રહી છે તેમાં એવું જ લાગી રહ્યું છે કે ફિલ્મ ભારે દમદાર હશે.

સોનાક્ષીનો ધાંસૂ લુક
ફિલ્મમાં સોનાક્ષી સિન્હા ફરી એકવાર નવા લુક સાથે રજ્જોનું કેરેક્ટર નિભાવવા જઈ રહી છે.

જબરદસ્ત જોડી
અરબાઝ ખાન અને સલમાન ખાન ફરી એકવાર લોકોને હસાવવા આવી રહ્યા છે.

ચુલબુલ પાંડે
ચુલબુલ પાંડે એક ખાસ અંદાજમાં લોકોને દીવાના બનાવવા આવી રહ્યા છે.

દમદાર કહાની
ખબર છે કે આ વખતે સલમાન ખાન એક પોલીસ ઑફિસર તરીકે ખેડૂતો માટે ભૂ-માફિયાઓ સામે લડતો જોવા મળશે.

મૌની રૉયનો ધમાકો
ચર્ચા છે કે ફિલ્મમાં આઈટમ નંબર મૌની રૉય કરતી જોવા મળી શકે છે.

કિચ્ચા સુદીપ
આ ફિલ્મ મક્ખી ફેમ અને કન્નડ સુપરસ્ટાર કિચ્ચા સુદીપ નેગેટિવ રોલમાં જોવા મળશે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
