For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સમ્માનિત થયા અમિતાભ બચ્ચન

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને આ સમ્માનથી સમ્માનિત કર્યા. પુરસ્કાર મળ્યા બાદ અમિતાભ બચ્ચને કહ્યુ કે જનતાના પ્રોત્સાહનથી અહીં પહોંચ્યો છુ. તેમણે કહ્યુ કે પુરસ્કાર માટે આભાર. અમિતાભ બચ્ચને કહ્યુ કે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવાની શરૂઆત 50 વર્ષ પહેલા થઈ અને મને ઈન્ડસ્ટરીમાં કામ કરતા લગભગ 50 વર્ષ થઈ ગયા છે.

ભાઈ બસ કર હવે બહુ કામ થઈ ગયુ

ભાઈ બસ કર હવે બહુ કામ થઈ ગયુ

આ પુરસ્કારની ઘોષણા સમયે મારા મનમાં એ વાત આવી કે શું આ પુરસ્કાર આપીને મને એ પણ સંકેત આપવાનો છે કે ભાઈ બસ કર હવે બહુ કામ થઈ ગયુ. આ વાત પર ત્યાં હાજર બધા લોકો હસી પડ્યા. તમને જણાવી દઈએ કે અસ્વસ્થ હોવાના કારણે અમિતાભ બચ્ચન સોમવારે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભમાં શામેલ થઈ શક્યા નહોતા.

અસ્વસ્થ હોવાના કારણે સમારંભમાં આવી શક્યા નહોતા

તમને જણાવી દઈએ કે સૂચના તેમજ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યુ હતુ કે અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે સમ્માનથી 29 ડિસેમ્બરે નવાઝવામાં આવશે. વર્ષ 2018નુ દાદા સાહેબ ફાળકે સમ્માન ફિલ્મ ઉદ્યોગમા ઉલ્લેખનીય યોગદાન માટે 77 વર્ષીય અમિતાભ બચ્ચનને આપવાનુ હતુ પરંતુ અમિતાભ બચ્ચન અસ્વસ્થ હોવાના કારણે સમારંભમાં આવી શક્યા નહોતા.

આ પણ વાંચોઃ ગુડ ન્યૂઝ Box Office: બીજા દિવસે અક્ષય-કરીનાએ જબરદસ્ત છલાંગ લગાવીઆ પણ વાંચોઃ ગુડ ન્યૂઝ Box Office: બીજા દિવસે અક્ષય-કરીનાએ જબરદસ્ત છલાંગ લગાવી

તબિયત પર અસર

તબિયત પર અસર

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન હાલમાં જ હોસ્પિટલમાં ભરતી હતા અને તેમણે પોતાની તબિયત પર એક પોસ્ટ પણ લખી હતી. બ્રહ્માસ્ત્ર ફિલ્મન શૂટિંગ દરમિયાન પણ અમિતાભ બચ્ચન ઘણા થાકી ગયા હતા અને તેમણે એક પોસ્ટમાં હિંટ આપી હતી કે તેમના રિટાયર થવાનો સમય આવી ગયો છે.

English summary
Superstar Amitabh Bachchan receives Dadasaheb Phalke Award from President Ram Nath Kovind.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X