For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉલીવુડમાં પણ ધૂમ વેચાય છે 'ગે સેક્સ'નો ફંડો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ફરી એકવાર સુપ્રીમ કોર્ટે બે વ્યસ્કો વચ્ચે સહમતિથી સમલૈંગિક સંબંધને ગુનો ગણાવ્યો છે. કોર્ટ દ્વારા બુધવારે સંભળાવવામાં આવેલા નિર્ણયથી સમલૈંગિક, ઉભયલિંગી અને કિન્નર સમુદાયને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી સુપ્રીમ કોર્ટના 2009માં આપેલા ચૂકાદાની વિપરીત સુપ્રીમ કોર્ટના જજ જી.એસ. સિંઘવી અને જજ એસ.જે. મુખોપાધ્યાયની પીઠે કહ્યું હતું કે આઇપીસી કલમ 377ને બદલવા માટે કોઇ સંવૈધાનિક જોગવાઇ નથી. કલમ 377 હેઠળ બે વ્યસ્કો વચ્ચે સમલૈંગિક સંબંધને ગુનો માનવામાં આવ્યો છે.

ત્યારબાદ તો સામાન્યથી માંડીને ખાસ વચ્ચે આ ચૂકાદાનો વિરોધ વ્યક્ત કર્યો, રાજકીય વર્તુળોમાં આ અંગે વિરોધ શરૂ થઇ ગયો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે મહાધિવક્તાને કહ્યું કે જો સરકાર ઇચ્છે તો કાયદામાં સુધારો કરાવી શકે છે.

સમલૈગિંકોને લઇને હંમેશા ચર્ચા થતી અહી છે પરંતુ ગત કેટલાક વર્ષોમાં આ વિષય પર ખુલીને વાત થવા લાગી. જેમાં આપણી હિન્દી ફિલ્મોનો મોટો હાથ છે. ગત થોડા વર્ષોમાં સમલૈંગિક યૌન સંબંધોને લઇને કેટલીક ફિલ્મો બનાવવામાં આવી જેમાં અડધાથી વધુ ફિલ્મોમાં 'ગે'ને એક હાસ્યના રૂપમાં રજૂ કરવામાં આવ્યા. પરંતુ ફિલ્મોના માધ્યમથી 'ગે' અને 'સમલૈંગિક સંબંધો'એ ઘણી ખ્યાતિ મેળવી છે. આ ટોપીક પર બનનાર ફિલ્મો ચાલે ન ચાલે પણ ઇનામ મેળવે છે.

'ગે' સેક્સથી બાકાત નથી આપણું બૉલીવુડ

'ગે' સેક્સથી બાકાત નથી આપણું બૉલીવુડ

'ગે' સેક્સ પર સૌથી ચર્ચિત ફિલ્મ રહી વર્ષ 2008માં આવેલી કરણ જોહરની 'દોસ્તાના'. જેમાં સમલૈગિંક સંબંધના એક નવા દ્રષ્ટિકોણને લોકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો. ફિલ્મ સુપરહિટ રહી અને લોકોને આ ફિલ્મ બાદ 'ગે' વિષય પર બોલવામાં અચકાટ થયો નહી.

ફેશન

ફેશન

વર્ષ 2008માં આવેલી મધુર ભંડારકરની એવોર્ડ વિનિંગ ફિલ્મ ફેશનમાં ગે રિલેશનને આબેહૂબ રજૂ કર્યો. ફિલ્મમાં એક ગે રિલેશનને કઇ રીતે સમાજમાં સન્માનિત બનાવવામાં આવે છે તેને આબેહૂબ દર્શાવામાં આવે છે. ફિલ્મ સુપરહિટ તો હતી જ, ફિલ્મે સમલૈંગિકતાની એક નવી પરિભાષા વધી ગઇ.

હનીમૂન ટ્રાવેલ્સ

હનીમૂન ટ્રાવેલ્સ

રીમા કાગતીની ફિલ્મ હનીમૂન ટ્રાવેલ્સમાં પણ સમલૈંગિક કપલને દર્શવવામાં આવ્યું છે કે ફિલ્મનો રોચક ભાગ હતો. ફિલ્મમાં એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે 'ગે' વ્યક્તિના લગ્ન જો ખોટા વ્યક્તિ સાથે થઇ જાય છે તો તેને જીવનમાં કેવી મુસીબતો આવે છે.

ગર્લફ્રેંડ

ગર્લફ્રેંડ

વર્ષ 2004માં આવેલી આ ફિલ્મ ખૂબ ઉત્તેજક હતી જેના લીધે તે ફિલ્મની ખૂબ ટીકા થઇ હતી. તેમાં બે બહેનપણીઓની કહાણી છે જેમની વચ્ચે યૌન સંબંધ હતા. ફિલ્મમાં સમલૈંગિકનું પાત્ર રિયા સેન અને ઇશા કોપીકરે ભજવ્યું હતું. ફિલ્મ પોતાના અશ્લીલ દ્રશ્યોના લીધે ખૂબ ચર્ચામાં રહી હતી.

કલ હો ના હો

કલ હો ના હો

કરણ જોહરની ગ્લોડન જ્યૂબલી ફિલ્મ કલ હો ના હો જો કે સમલૈંગિક સંબંધોને દર્શાવ્યા ન હતા પરંતુ તેમાં 'ગે' સીકવેંસને કોમેડી તરીકે રજૂ કરવામાં આવી હતી.

ફાયર

ફાયર

'ગે' સેક્સની વાત હોય અને ફાયર ફિલ્મનો ઉલ્લેખ ના હોય એવું કઇ રીતે બની શકે? વર્ષ 1996માં આવેલી દીપા મહેતાની આ પ્રથમ ફિલ્મ હતી જે સમલૈંગિક સેક્સ પર આધારિત હતી. તમામ આલોચનાઓ બાદ પણ આ ફિલ્મના પાત્રો શબાના આઝમી અને નંદિતા દાસે પોતાની એક્ટિંગના દમ પર સફળતા પ્રાપ્ત કરી આને વિદેશોમાં કેટલાય એવોર્ડ જીત્યા.

English summary
The Supreme Court of India on Wednesday, claimed that gay sex is illegal in India. but Gay Sex is the Favourite Topic Of Bollywood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X