સુશાંત કેસઃ SCએ પટનાની FIR યોગ્ય ગણાવી, CBI તપાસના આદેશ

સુશાંત સુસાઈડ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી થઈ.

નવી દિલ્લીઃ સુશાંત સુસાઈડ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી થઈ. આ દરમિયાન કોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને રિયાની માંગને ફગાવીને સુશાંતના પરિવાર અને ફેન્સના હકમાં ચૂકાદો સંભળાવ્યો છે. સાથે જ બિહાર સરકારની ભલામણને યોગ્ય માનીને સીબીઆઈ તપાસના આદેશ આપ્યા. ત્યારબાદ સુશાંતના ફેન્સ ઘણા ખુશ છે, તેમને આશા છે કે હવે સત્ય સામે આવશે.

સીબીઆઈ તપાસના આદેશ આપ્યા

સીબીઆઈ તપાસના આદેશ આપ્યા

વાસ્તવમાં આ કેસમાં અત્યાર સુધી મુંબઈ પોલિસે 40થી વધુ લોકોની પૂછપરછ કરી પરંતુ કોઈ પરિણામ સુધી પહોંચી શક્યા નથી. સાથે જ તપાસમાં બિહાર પોલિસનો પણ સહયોગ ન કર્યો. જેના પર સુશાંતના પિતા કેકે સિંહની માંગ માનીને બિહાર સરકારે કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધો. કેન્દ્ર સરકારે પણ તરત જ બિહાર સરકારની ભલામણને મંજૂર કરી દીધી. આ આદેશ પર રિયા ચક્રવર્તી અને મહારાષ્ટ્ર સરકારે વાંધો વ્યક્ત કર્યો હતો. સાથે જ કેસની તપાસ મુંબઈ પોલિસ પાસે જ કરાવવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ માંગને ફગાવીને પટનામાં નોંધવામાં આવેલ એફઆઈઆરને યોગ્ય ગણાવી. સાથે જ સીબીઆઈ તપાસના આદેશ આપી દીધા.

'આ સુશાંતના પરિવારની જીત'

'આ સુશાંતના પરિવારની જીત'

સુશાંત સિંહ રાજપૂતના ફેમિલી વકીલ વિકાસ સિંહે આ ચુકાદાને પરિવારની જીત ગણાવી છે. તેમણે કહ્યુ કે કોર્ટે બધા પોઈન્ટ પર ચુકાદો સંભળાવ્યો. કોર્ટે એ પણ સ્પષ્ટ રીતે કહ્યુ કે પટનામાં નોંધાયેલ એફઆઈઆર યોગ્ય હતી અને આ કેસમાં નોંધાયેલ કોઈ અન્ય એફઆઈઆરની પણ સીબીઆઈ તપાસ કરવામાં આવશે. અમને આશા છે કે અમને બહુ જલ્દી ન્યાય મળવો જોઈએ. ચુકાદાથી પરિવાર ખૂબ ખુશ છે.

શું કહ્યુ હતુ મહારાષ્ટ્ર પોલિસે?

શું કહ્યુ હતુ મહારાષ્ટ્ર પોલિસે?

ગઈ સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર પોલિસે કહ્યુ કે સીબીઆઈએ અત્યારે આ કેસમાં એફઆઈઆર નહોતી નોંધવી જોઈતી. કેસમાં પટના પોલિસે સુશાંતના પિતાની ફરિયાદ પર ઝીરો એફઆઈઆર નોંધી. એવામાં તેમણે આ કેસને મુંબઈના બાંદ્રા પોલિસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવાનો હતો. સાથે જ બિહાર સરકરાે કેસમાં સીબીઆઈ તપાસની માંગ નહોતી કરવાની. મુંબઈ પોલિસ તરફથી બાંદ્રા પોલિસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ભૂષણ બેલનેકરે સુપ્રીમ કોર્ટમાં આરોપનામુ દાખલ કર્યુ. આરોપનામામાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ હતુ કે સુશાંતના પરિવારે શરૂઆતમાં કોઈના પર ના તો શંકા વ્યક્ત કરી હતી અને ના કોઈની સાથે દુશ્મનીની વાત કહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X