
સુપ્રીમ કોર્ટે એકતા કપૂરની ઝાટકણી કાઢી, કહ્યુ - 'યુવા પેઢીના દિમાગને દૂષિત કરી રહી છે'
એકતા કપૂરને ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવામાં આવેલી વેબ સીરિઝ XXXને લઈને શુક્રવારે સુપ્રીમ કોર્ટ ઝાટકણી કાઢી છે. આ સીરિઝને લઈને લાંબા સમયથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે એકતા કપૂર માટે કહ્યુ કે દેશની યુવા પેઢીના દિમાગને તે દૂષિત કરી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે તે આ દેશની યુવા પેઢીના દિમાગને દૂષિત કરી રહી છે. વેબ સીરિઝથી નારાજ આર્મીના પરિવારોએ એકતા કપૂર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે એકતા કપૂર દ્વારા દાખલ એક અરજી પર સુનાવણી કરી હતી.
તમને જણાવી દઈએ કે બિહારના બેગુસરાયમાં નીચલી અદાલતે પૂર્વ સૈનિક શંભુ કુમારની ફરિયાદ પર વોરંટ જાહેર કર્યુ હતુ. કુમારે કથિત વેબસીરિઝ 'XXX'(સિઝન 2) માં સૈનિકની પત્ની સાથે સંકળાયેલા કેટલાક વાંધાજનક દ્રશ્યો અંગે 2020ની તેમની ફરિયાદમાં આ અરજી દાખલ કરી હતી. એકતા કપૂર તરફથી એક અરજી દાખલ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે આ સાથે ચેતવણી આપી કે આવી કોઈ બીજી દલીલ તેમની પાસે આવશે તો તેની કિંમત વસૂલવામાં આવશે. ઓટીટી પ્લેટફોર્મ ઓલ્ટ બાલાજી પર પ્રસારિત વેબસીરિઝમાં સૈનિકોનુ અપમાન કરવા અને તેમના પરિવારોની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ તેની સામે જાહેર કરાયેલ ધરપકડ વોરંટને એકતા વતી પડકારવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી જસ્ટીસ અજય રસ્તોગી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચ કરી રહી હતી.
સુનાવણી દરમિયાન બે સભ્યોની બેન્ચે એકતા કપૂરને ઠપકો આપતા કહ્યુ કે કંઈક કરવુ જોઈએ. તમે આ દેશની યુવા પેઢીના મનને પ્રદૂષિત કરી રહ્યા છો. આ સામગ્રી બધા માટે ઉપલબ્ધ છે. OTT સામગ્રી બધા માટે ઉપલબ્ધ છે. તમે લોકોને કેવા પ્રકારના વિકલ્પ આપો છો?... ઊલટુ તમે યુવાનોના મનને પ્રદૂષિત કરી રહ્યા છો. એકતા કપૂર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યુ હતુ કે પટના હાઈકોર્ટ સમક્ષ એક અરજી દાખલ કરવામાં આવી છે પરંતુ એવી કોઈ આશા નથી કે આ મામલો ટૂંક સમયમાં સુનાવણી માટે સૂચિબદ્ધ થશે. તેમણે કહ્યુ કે સુપ્રીમ કોર્ટે અગાઉ પણ કપૂરને સમાન કેસમાં રક્ષણ આપ્યુ હતુ. રોહતગીએ કહ્યુ કે વેબસીરિઝ સબસ્ક્રિપ્શન પછી જ જોઈ શકાય છે અને અમને આપણા દેશમાં અમારી પોતાની પસંદગી જોવાની સ્વતંત્રતા છે.
આના પર કોર્ટે પૂછ્યુ કે લોકોને કેવો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. બેન્ચે મુકુલ રોહતગીને નિર્દેશ આપ્યો કે તમે જ્યારે પણ આ કોર્ટમાં આવો છો, અમે તેની પ્રશંસા કરી શકતા નથી. આવી અરજી દાખલ કરવા માટે અમે તમારી પાસેથી ખર્ચ લઈશુ. રોહતગી, મહેરબાની કરીને તમારા ક્લાયન્ટને આ વાત જણાવો. ફક્ત એટલા માટે કે તમને સેવાઓ પરવડે છે અને તમારો કેસ સારા વકીલને આપી શકો છો. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આ કોર્ટ અવાજ ઉઠાવનારાઓ માટે નથી. આ કોર્ટ એવા લોકો માટે કામ કરે છે જેમની પાસે અવાજ નથી. જે લોકો પાસે તમામ પ્રકારની સુવિધાઓ છે, જો તેમને ન્યાય ન મળે તો આ સામાન્ય માણસની શું હાલત થશે તે વિચારો. અમે આદેશ જોયો છે અને અમને વાંધાઓ છે.