સુશાંત સિંહ રાજપૂત મામલે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વનો ચુકાદો

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મામલે આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે.

નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મામલે આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે. વાસ્તવમાં આ કેસમાં ફિલ્મ અભિનેત્રી અને સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે સુશાંતના પિતા કે કે સિંહે બિહારના પટનામાં એફઆઈઆર નોંધાવી છે. ત્યારબાદ રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અપીલ કરી હતી કે પટનામાં નોંધવામાં આવેલી એફઆઈઆરને મુંબઈમાં ટ્રાન્સફર કરવામાં આવે. આ કેસમાં સુનાવણી પહેલા જ પૂરી થઈ ચૂકી છે ત્યારબાદ આજે કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે.

sushant

તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તેમના પિતા કેકે સિંહે રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે પટનામાં એફઆઈઆર નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં સુશાંતના પિતાએ રિયા પર સંગીન આરોપ લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યા કે રિયાએ સુશાંતને આત્મહત્યા કરવા માટે ઉકસાવ્યા, તેમના બેંક ખાતામાંથી 15 કરોડ રૂપિયાની હેરાફેરી કરી. એટલુ જ નહિ તેમણે આ સમગ્ર મામલે સીબીઆઈની તપાસ કરાવવાની પણ માંગ કરી હતી. ત્યારબાદ બિહાર સરકારે આ મામલે સીબીઆઈ તપાસની કેન્દ્ર સરકારને ભલામણ કરી જેનો કેન્દ્ર સરકારે સ્વીકાર કરી લીધો.

વળી, આ સમગ્ર મામલે સીબીઆઈ અને મુંબઈ પોલિસ બંને તપાસ કરી રહી છે. મહારાષ્ટ્ર સરકાર આ કેસની સીબીઆઈ તપાસનો વિરોધ કરી રહી છે. સુશાંતના પિતાના વકીલનુ કહેવુ છે કે જ્યારે મૃતકના પિતા અને બિહાર સરકાર અને કેન્દ્ર સરકાર ત્રણે સીબીઆઈ તપાસ માટે રાજી છે, એવામાં મહારાષ્ટ્ર સરકારનો વાંધો સમજથી પરે છે. તેમણે કહ્યુ કે આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટને ચુકાદો ઘણો મહત્વનો હોઈ શકે છે. સુશાંતના પિતાના વકીલે રિયા તરફથી સુશાંતના પરિવારના આરોપો પર કહ્યુ કે તેમના આ આરોપોથી અમારા દાવાઓની પુષ્ટિ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X