For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંતસિંહ રાજપૂત સુસાઈડ કેસની CBI તપાસ માટે અમિત શાહે આપ્યો જવાબ

સુશાંતના મોત બાદથી બિહારના પૂર્વ સાંસદ તેમજ જન અધિકાર પાર્ટીના નેતા પપ્પુ યાદવ અભિનેતાની મોતને શંકાસ્પદ ગણાવી રહ્યા છે જેમની સીબીઆઈ તપાસની માંગ પર અમિત શાહે જવાબ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂતના મોતને એક મહિનો વીતી ચૂક્યો છે. સુશાંતે શંકાસ્પદ પરિસ્થિતિઓમાં આત્મહત્યા કર્યા બાદથી જ આ કેસની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ ઉઠી રહી છે. સુશાંતના મોત બાદથી બિહારના પૂર્વ સાંસદ તેમજ જન અધિકાર પાર્ટીના નેતા પપ્પુ યાદવ અભિનેતાની મોતને શંકાસ્પદ ગણાવી રહ્યા છે અને આ કેસની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી રહ્યા છે.

પપ્પુ યાદવે ગૃહમંત્રીને મોકલ્યો હતો પત્ર

પપ્પુ યાદવે ગૃહમંત્રીને મોકલ્યો હતો પત્ર

પપ્પુ યાદવે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ કેસની સીબીઆઈ તપાસ કરવાની માંગ કરી હતી. હવે ગૃહમંત્રી અમિત શાહ તરફથી પપ્પુ યાદવને જવાબ મોકલવામાં આવ્યો છે. જેની માહિતી પપ્પુ યાદવે પોતાના ટ્વિટર પર શેર કરી છે.

ગૃહમંત્રી શાહ તરફથી મોકલવામાં આવ્યો આ જવાબ

ગૃહમંત્રી શાહ તરફથી મોકલવામાં આવ્યો આ જવાબ

બિહારના પૂર્વ સાંસદ તેમજ જન અધિકાર પાર્ટીના નેતા પપ્પુ યાદવે આ પત્રને શેર કરીને લખ્યુ છે કે અમિત શાહજી તમે ઈચ્છો તો એક મિનિટમાં સુશાંત કેસની સીબીઆઈ તપાસ થઈ શકે છે. આને ટાળો નહિ. પપ્પુ યાદવે જણાવ્યુ છે કે સુશાંત કેસમાં અમે સીબીઆઈ તપાસની માંગ માટે ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો. તેમાં અમને આશ્વાસન આપવામાં આવ્યુ છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહે આ કેસને સંબંધિત વિભાગમાં આગળની કાર્યવાહી માટે મોકલી દીધો છે. બિહારનુ ગૌરવ ગણાતા ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતજીની શંકાસ્પદ મૃત્યુની સીબીઆઈ તપાસ માટે કેન્દ્રીય ગૃહમંત્રીજીને પત્ર લખીને આગ્રહ કરવામાં આવ્યો હતો.

સુશાંત સિંહ સુસાઈડ કેસમાં પોલિસ તપાસ પૂરી થઈ ચૂકી છે પરંતુ...

સુશાંત સિંહ સુસાઈડ કેસમાં પોલિસ તપાસ પૂરી થઈ ચૂકી છે પરંતુ...

તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમં છેલ્લા એક મહિનામાં મુંબઈના બાંદ્રા પોલિસ પૂછપરછ કરી રહી છે. પોલિસે બૉલિવુડની તમામ જાણીતી હસ્તીઓની પૂછપરછ કરી છે. વળી, અભિનેતાના મિત્રોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. હવે માનવામાં આવી રહ્યુ છે કે પોલિસ અંતિમ પરિણામ સુધી પહોંચી ચૂકી છે. પોલિસ આ સમગ્ર મામલે એક રિપોર્ટ આવતા 10થી 15 દિવસમાં રજૂ કરશે. આ તપાસથી મોટુ જૂથ સંતુષ્ટ નથી. આ જ કારણે સોશિયલ મીડિયામાં મોટી સંખ્યામાં લોકો સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે.

Bitcoin Scam: ઓબામા, નેતન્યાહૂ અને ગેટ્સ સહિત મોટી હસ્તીઓના ટ્વિટર અકાઉન્ટ હેકBitcoin Scam: ઓબામા, નેતન્યાહૂ અને ગેટ્સ સહિત મોટી હસ્તીઓના ટ્વિટર અકાઉન્ટ હેક

English summary
Sushant case: Home Minister sent this reply to Pappu Yadav who wrote a letter to Amit Shah seeking CBI inquiry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X