For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સિંહ કેસઃ સુબ્રમણ્યમ સ્વામીએ ત્રણે ખાનને પૂછ્યા સવાલ, કહ્યુ - આમની સંપત્તિની તપાસ કરો

સુશાંત સિંહ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતને ન્યાય અપાવવા માટે માંગ શરૂ કરી.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂને પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં મૃત મળી આવ્યા હતા. સુશાંત પાસે કોઈ સુસાઈડ નોટ ન મળી જેના કારણે તેમના મોતનુ અસલી કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. સુશાંતના મોતને એક મહિનો થવાનો છે પરંતુ હજુ પણ આ કેસમાં કોઈ મહત્વની માહિતી સામે આવી નથી. ટેલીવિઝન અને બૉલિવુડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા બધા લોકો સાથે સાથે સુશાંતના ફેન્સ પણ સતત સોશિયલ મીડિયા દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતને ન્યાય અપાવવા માટે માંગ શરૂ કરી.

ત્રણે ખાનને પૂછ્યા સવાલ

ત્રણે ખાનને પૂછ્યા સવાલ

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને બૉલિવુડના ત્રણે ખાન પર નિશાન સાધ્યુ છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને કહ્યુ, 'શું બૉલિવુડના ત્રણે બાહુબલી સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર કાન સુશાંત સિંહની કથિત સુસાઈડ પર શાંત છે?' એક અન્ય ટ્વિટમાં તેમણે કહ્યુ, 'આ ત્રણે બાહુબલી ખાનોની ભારત અને વિદેશોમાં ખાસ કરીને દૂબઈમાં બનાવવામાં આવેલી સંપત્તની તપાસ થવી જોઈએ. કોણે આમને બંગલા અને સંપત્તિ ભેટમાં આપ્યા છે? આ લોકોએ કેવી રીતે તે ખરીદ્યા? આની તપાસ ઈડી, આઈટી અને સીબીઆઈએ કરવી જોઈએ. શું આ કાયદાથી પરે છે?'તમને જણાવી દઈએ કે સુબ્રમણ્યમ સ્વામી સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય રહે છે. તે આ કેસમાં સતત ટ્વિટ કરીને પોતાની વાત રાખી રહ્યા છે.

સુબ્રમણ્ય સ્વામીએ વકીલ નિયુક્ત કર્યા

સુબ્રમણ્ય સ્વામીએ વકીલ નિયુક્ત કર્યા

આ પહેલા સુબ્રમણ્યમ સ્વામીએ આ કેસમાં ટ્વિટ કરીને માહિતી આપી હતી કે તેમણે સીબીઆઈની તપાસ માટે વકીલ નિયુક્ત કર્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ, 'મે ઈશકરણને સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા કેસમાં સંભવિત સીબીઆઈ તપાસ કે પીઆઈએલ કે ગુનાહિત ફરિયાદ માટે પ્રક્રિયા શરૂ કરવા માટે કહ્યુ છે.' તેમણે અન્ય ટ્વિટમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે ઈશકરણ સિંહ ભંડારી કેસની સંભવિત સીબીઆઈ તપાસ કે પીઆઈએલ માટે બધો ડેટા એકત્ર કરશે.

ઈશકરણ આપી રહ્યા છે માહિતી

ઈશકરણ આપી રહ્યા છે માહિતી

સુબ્રમણ્યમ સ્વામીના આ પગલાંની લોકો ઘણી પ્રશંસા કરી રહ્યા છે. આ દરમિયાન #CBIForSonOfBihar ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યુ. સુશાંતના ફેન્સ તેમના માટે ન્યાય અપાવવા ઘણા સમયથી માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત વકીલ ઈશકરણ સિંહ ન્યાય ભંડારી પણ કેસ સાથે જોડાયેલી દરેક પ્રક્રિયાની માહિતી લોકોને આપી રહ્યા છે. આ વિશે તેમણે સુબ્રમણ્યમ સ્વામી સાથે એક લાઈવ વીડિયો પણ કર્યો છે. સાથે જ લોકોનુ મંતવ્ય પણ સાંભળી રહ્યા છે.

840 લોકોની વસ્તી ધરાવતા વિશ્વના સૌથી નાના દેશ વિશે જાણો રસપ્રદ વાતો840 લોકોની વસ્તી ધરાવતા વિશ્વના સૌથી નાના દેશ વિશે જાણો રસપ્રદ વાતો

English summary
sushant singh case: Subramanian swamy asked questions to aamir salman shah rukh khan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X