For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંતનો મહિનાનો ખર્ચ 10 લાખ રૂપિયા, સુસાઈડના 3 દિવસ પહેલા સ્ટાફને કહ્યુ હતુ પૈસા નહિ આપી શકુ

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનુ કારણ શું છે તેની તપાસ માટે અત્યારે પોલિસ સુશાંત સાથે જોડાયેલા બધા નજીકના લોકો સાથે વાતચીત કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનુ કારણ શું છે તેની તપાસ માટે અત્યારે પોલિસ સુશાંત સાથે જોડાયેલા બધા નજીકના લોકો સાથે વાતચીત કરી રહી છે. એવામાં તેમના દોસ્તો સાથે સુશાંતના મેનેજર સાથે હાઉસ હેલ્પ સાથે પણ વાત કરવામાં આવી. જ્યાંથી એક મોટી માહિતી સુશાંતની આર્થિક સ્થિતિ પર પણ સામે આવી છે. સુશાંત સિંહની બહેન પહેલેથી એ વાત જાહેર કરી ચૂકી છે કે તેમના ભાઈ પાસે પૈસાની કોઈ કમી નહોતી. જો કે તે ડિપ્રેશનમાં કયા કારણોસર હતો, તે તેમને ક્યારેય ખબર પડી શકી નહોતી.

લગભગ 10 લાખ તેમનો મહિનાનો ખર્ચ આવતો

લગભગ 10 લાખ તેમનો મહિનાનો ખર્ચ આવતો

સુશાંતના નજીકના લોકોને એ વાતની ખબર હતી કે તે છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનનો ઈલાજ કરાવી રહ્યા હતા. હાલમાં સુશાંતના હેલ્પરે એ ખુલાસો કર્યો કે સુશાંતે 3 દિવસ પહેલા બધાને સેલેરી આપી દીધી હતી. સાથે જ એક્સ મેનેજરે એ પણ જણાવ્યુ કે લગભગ 10 લાખ તેમનો મહિનાનો ખર્ચ આવતો હતો. ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર સુશાંત સિંહ રાજપૂતના નિધનથી ત્રણ દિવસ પહેલા હાઉસ સ્ટાફને સેલેરી આપી દીધી હતી પરંતુ સેલેરી આપવા સાથે કહ્યુ હતુ કે તમે અમને આટલા સંભાળ્યા છે. આગળ અમે કંઈને કંઈ કરી લઈશુ.

4 કરોડની વેબસીરિઝ અપાવી

4 કરોડની વેબસીરિઝ અપાવી

સુશાંત સિંહ રાજપૂતના મેનેજરે પોલિસને જણાવ્યુ કે સુશાંત પોતાની પૂર્વ મેનેજર દિશા સલિયાન સાથે ચર્ચા કરતા હતા અને દિશાએ સુશાંતને 14 કરોડની વેબસીરિઝમાં લીડ રોલ અપાવવામાં મદદ કરી હતી. બીજી તરફ સુશાંતની એક્સ મેનેજર શ્રુતિએ પોલિસને જણાવ્યુ કે તેમની આર્થિક સ્થિતિ સારી હતી. તેમનો મહિનાનો ખર્ચ 10 લાખ રૂપિયા હતો. સુશાંતના બાંદ્રા સ્થિત ઘરનુ ભાડુ લગભગ 4.5 લાખ રૂપિયા હતુ.

સુશાંત પાસે ફાર્મ હાઉસ, 3 કંપની

સુશાંત પાસે ફાર્મ હાઉસ, 3 કંપની

શ્રુતિએ એ પણ જણાવ્યુ કે લોનાવાલાના પાવના ડેમ પાસે તેમણે એખ ફાર્મ હાઉસ પણ રેન્ટ પર લીધુ હતુ. જેનુ ભાડુ પણ લાખોમાં હતુ. તેમની પાસે ઘણી વિદેશી ગાડીઓ પણ હતી. શ્રુતિએ એ પણ જણાવ્યુ કે તેમણે સુશાંત સાથે જુલાઈ 2019થી ફેબ્રુઆરી 2020 સુધી કામ કર્યુ. સુશાંત છેલ્લા ઘણા સમયથી 4 અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. સુશાંતે વિવિડ રેન્જ રિયાલિસ્ટિક નામની એક કંપની ખોલી હતી. આ એક વર્ચ્યુઅસ રિયાલિટી પ્રોજેક્ટ હતુ.

CM વિજય રૂપાણીએ મોરારી બાપૂ પર ભાજપ MLA પબુભા માણેકે કરેલા હુમલાને વખોડ્યોCM વિજય રૂપાણીએ મોરારી બાપૂ પર ભાજપ MLA પબુભા માણેકે કરેલા હુમલાને વખોડ્યો

English summary
Sushant Singh Manager and household staff shocking statement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X