For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સિંહ કેસઃ રકુલપ્રીત સિંહ પહોંચી હાઈકોર્ટ, મીડિયા ટ્રાયલ પર રોક લગાવવાની માંગ

સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડાયેલ કેસમાં પોતાનુ નામ સામે આવ્યા બાદ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ દિલ્લી હાઈકોર્ટ પહોંચી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડાયેલ કેસમાં પોતાનુ નામ સામે આવ્યા બાદ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ દિલ્લી હાઈકોર્ટ પહોંચી ગઈ છે. રકુલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં તેની સામે થઈ રહેલી મીડિયા કવરેજને રોકવાની માંગ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યુ છે કે આ બધુ તેની ઈમેજને ખરાબ કરવા માટે કરવામાં આવી રહ્યુ છે. રકુલપ્રીતે પોતાની અરજીમાં કહ્યુ છે કે રિયા ચક્રવર્તી કેસમાં તેનુ નામ આવ્યા બાદ મીડિયા ટ્રાયલ ચાલવા લાગી છે જેના પર રોક લગાવવામાં આવે.

રિયા ડ્રગ કેસમાં નામ આવવા પર અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પહોંચી હાઈકોર્ટ

રિયા ડ્રગ કેસમાં નામ આવવા પર અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પહોંચી હાઈકોર્ટ

હાઈકોર્ટમાંથી રકુલપ્રીતે અરજી કરી છે કે સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયને નિર્દેશ આપે કે તેની સામે મીડિયામાં કવરેજ ન થાય, જે રિયા ચક્રવર્તીના નિવેદનના આધારે તેની સામે ડ્રગ્ઝ લેવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે રિયા ચક્રવર્તી કોર્ટમાં પોતાના નિવેદનમાંથી ફરી ગઈ છે અને તેને જબરદસ્તી લેવામાં આવેલ નિવેદન ગણાવી ચૂકી છે. હાલમાં હજુ દિલ્લી હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી ચાલુ છે.

સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંભાતાન નામ આવ્યુ સામે

સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંભાતાન નામ આવ્યુ સામે

તમને જણાવી દઈએ કે એનસીબી તરફથી કહેવામાં આવ્યુ છે કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્ઝ મામલે ધરપકડ કરાયેલ રિયા ચક્રવર્તીએ 25 બૉલિવુડ સેલેબ્ઝના નામનો ખુલાસો કર્યો હતો આમાંથી ત્રણ નામ સાર્વજનિક થયા છે અને આ ત્રણેનુ નામ છે સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને રણવીર સિંહની ફેશન ડિઝાઈનર સિમોન ખંભાતા.

'મને સતત મીડિયામાં બદનામ કરવામાં આવી રહી છે'

'મને સતત મીડિયામાં બદનામ કરવામાં આવી રહી છે'

રકુલે પોતાની અરજીમાં કહ્યુ કે મીડિયા આ રીતે તેની સામે કેમ્પેઈન ન ચલાવી શકે. મને એક શૂટ દરમિયાન જાણવા મળ્યુ કે રિયા ચક્રવર્તીએ મારુ અને સારાનુ નામ લીધુ અને ત્યારબાદ મને મીડિયામાં સતત બદનામ કરવામાં આવી રહી છે. હજુ આ કેસની તપાસ શરૂઆતના તબક્કામાં છે અને જે રીતે તેનુ નામ ડ્રગ્ઝ કેસમાં લેવામાં આવી રહ્યુ છે તેનાથી તેની છબીને નુકશાન થઈ રહ્યુ છે. આવી ચેનલો સામે કાર્યવાહી થવી જોઈએ. મીડિયા મને ગુનેગાર ઘોષિત કરી ચૂકી છે. મીડિયા મારા ઘર-પરિવાર પાસે જઈને તેમને હેરાન કરી રહી છે. આ મારા મૌલિક અધિકારોનુ હનન છે. હજુ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે માટે આ કેસમાં મીડિયાને કંઈ પણ ચલાવવાથી રોકવામાં આવે.

ઉર્મિલાનો કંગના પર કટાક્ષ - ઈન્ડસ્ટ્રી પર અહેસાન કર અને એ લોકોના નામ બતાવ...ઉર્મિલાનો કંગના પર કટાક્ષ - ઈન્ડસ્ટ્રી પર અહેસાન કર અને એ લોકોના નામ બતાવ...

English summary
Sushant Singh Rajput Case: Actress Rakul Preet Singh approaches Delhi High Court against media trial.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X