For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સિંહ રાજપૂત મોત મામલે સલમાન ખાન, કરણ જોહર સહિત 8 ફિલ્મી હસ્તીઓને રાહત

બિહારના મુઝફ્ફરપુરની એક અદાલતે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતનુ ષડયંત્ર રચવાના આરોપમાં સલમાન ખાન સહિત 8 ફિલ્મી હસ્તીઓ સામેની ડઝનેક રિવિઝન સૂટ ફગાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

પટનાઃ બિહારના મુઝફ્ફરપુરની એક અદાલતે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતનુ ષડયંત્ર રચવાના આરોપમાં સલમાન ખાન સહિત 8 ફિલ્મી હસ્તીઓ સામેની ડઝનેક રિવિઝન સૂટ ફગાવી દીધી છે. વકીલ સુધીર ઓઝાએ અભિનેતા સલમાન ખાન, ફિલ્મકાર સંજય લીલા ભણશાળી, કરણ જોહર, એકતા કપૂર, આદિત્ય ચોપડા, ભૂષણ કુમાર, દિનેશ વિજયન અને સાજિદ નડિયાદવાલાને સુશાંત સિંહને મારવાના ષડયંત્ર રચવાના આરોપી ગણાવીને અરજી આપી હતી જેને ગુરુવારે મુઝફ્ફરપુર એડીજે પ્રથમ રાકેશ માલવીયએ ફગાવી દીધી.

એકતા કપૂરના વકીલે આપી માહિતી

એકતા કપૂરના વકીલે આપી માહિતી

સુધીર ઓઝાએ સીજેએમ કોર્ટના પરિવાદને ફગાવી દેવાયા બાદ પુનરીક્ષણ વાદ દાખલ કર્યુ હતુ જેને પણ કોર્ટે ફગાવી દીધુ. એકતા કપૂરના વકીલ પ્રિયરંજન ઉર્ફે અન્નુએ કહ્યુ કે પાયાવિહોણા આરોપોના આધારે પરિવાદ નોંધવામાં આવ્યો હતો જેને અદાલતે ફગાવી દીધુ. જો કે આમ પણ આ કેસ મુઝફ્ફરપુરના ક્ષેત્રાધિકારની બહારનો છે.

ફરિયાદકર્તાએ કહ્યુ - હાઈકોર્ટ જઈશુ

ફરિયાદકર્તાએ કહ્યુ - હાઈકોર્ટ જઈશુ

ફરિયાદકર્તા સુધીર કુમાર ઓઝાએ કહ્યુ કે તે હવે આ કેસ લઈને હાઈકોર્ટ જશે. તમને જણાવી દઈએ કે મુઝફ્ફરપુરના વકીલ સુધીર કુમાર ઓઝાએ પોતાની અરજીમાં કરણ જોહર, સંજય લીલા ભણશાળી, સલમાન ખાન, એકતા કપૂર સહિત આઠ લોકો પર આરોપ લગાવ્યો છે કે આ લોકોએ એક ષડયંત્ર હેઠળ સુશાંત સિંહને આત્મહત્યા માટે મજબૂર કર્યો. સુધીરે બધા આરોપીઓ સામે આઈપીસીની કલમ 306, 109, 504 અને 506 હેઠળ કેસ નોંધાવવાની માંગ અરજીમાં કરી હતી.

ગયા વર્ષે થઈ ગયુ હતુ સુશાંત સિંહનુ મોત

ગયા વર્ષે થઈ ગયુ હતુ સુશાંત સિંહનુ મોત

મૂળ બિહારનો રહેવાસી અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ગયા વર્ષે જૂનમાં મુંબઈ સ્થિત પોતાના ફ્લેટમાં મૃત મળ્યા હતા. તેમના મોત બાદ મુંબઈ પોલિસે જોયુ હતુ કે તેમણે આત્મહત્યા કરી છે. બાદમાં સીબીઆઈને કેસ ટ્રાન્સફર થયો અને સીબીઆઈએ પણ પોતાની 10 મહિનાની તપાસમાં આવા કોઈ પાસાંનો ઈનકાર કર્યો છે જેમાં સુશાંતની હત્યાની વાત કહેવામાં આવી હોય. જો કે અમુક મીડિયા રિપોર્ટ અને અમુક ફિલ્મી સ્ટાર્સ સતત એ દાવો કરતા રહ્યા છે કે સુશાંતની હત્યા કરવામાં આવી અથવા તેમને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવ્યા.

English summary
Sushant Singh Rajput case: Court dismiss petition against 8 film personalities including Salman Khan, Karan Johar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X