આજે થશે સુશાંત સિંહના અંતિમ સંસ્કાર, પટનાથી મુંબઈ પહોંચ્યો પરિવાર

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર મુંબઈ પહોંચી ગયો છે, આજે અભિનેતાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર મુંબઈ પહોંચી ગયો છે, આજે અભિનેતાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોરોના વાયરસના કારણે સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કારમાં વધુ લોકો શામેલ થઈ શતશે નહિ. અભિનેતાના પિતા ઉપરાંત માત્ર અમુક નજીકના સ્વજનો સાથે હશે. તમને જણાવી દઈએ કે જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી લીધી હતી.

મુંબઈમાં થશે સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર

મુંબઈમાં થશે સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર

સુશાંત મૂળ રીતે બિહારના છે. પહેલા સમાચાર હતા કે તેમના અંતિમ સંસ્કાર પટનામાં થશે પરંતુ હવે મુંબઈમાં જ નક્કી કરવામાં આવ્યા છે. બૉલિવુડના આ ટેલેન્ટેડ અભિનેતાના મોતથી સામાન્યથી લઈને ખાસ લોકો શોકમાં છે કોઈને વિશ્વાસ નથી આવતો કે સુશાંત સિંહ રાજપૂત આ રીતે દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે.

શોકમાં છે પરિવાર, બિહાના રહેવાસી હતા સુશાંત

શોકમાં છે પરિવાર, બિહાના રહેવાસી હતા સુશાંત

તમને જણાવી દઈએ કે બિહારના રહેવાતી સુશાંત સિંહ રાજપૂત અને સંભ્રાત પરિવારમાંથી આવતા હતા. તેમના પિતા સરકારી અધિકારી રહ્યા છે. તેમના પરિવારમાં ત્રણ બહેનો છે. સુશાંત સિંહ બધાના લાડકા ભાઈ હતા. સુશાંતના મૃત્યુ બાદ તેમના પરિવારવાળા ખૂબ જ દુઃખી છે અને તેમને પણ આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે.

મારો દીકરો આવુ ન કરી શકે, આ ષડયંત્ર છેઃ સુશાંતના મામા

સુશાંતના મામાએ આને ષડયંત્ર ગણાવીને ન્યાયિક તપાસની માંગ કરી હતી. જ્યારે બિહારના વરિષ્ઠ નેતા પપ્પુ યાદવે સુશાંતના પિતા સાથે મુલાકાત બાદ દાવો કર્યો હતો કે તે ઈચ્છે છે કે આ બાબતે સીબીઆઈની તપાસ થાય. બાળપણના દોસ્તોને સુસાઈડ પર વિશ્વાસ નથી. પટના સ્થિત સુશાંતના ઘર પાસે મોટી સંખ્યામાં પ્રશંસકોની ભીડ ભેગી થઈ ગઈ. આસપાસના લોકો તો પહેલેથી જ હતો. સુશાંતના બાળપણના ઘણા દોસ્તોએ ઘટના પર આશ્વર્ય વ્યક્ત કર્યુ.

સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ચૂક્યા છે...

સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ચૂક્યા છે...

આ દરમિાયન સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ચૂક્યા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે સુશાંતનુ મોત આત્મહત્યાના કારણે જ થયુ છે. મુંબઈના જૂહુ સ્થિત કૂપર હોસ્પિટલમાં તેમનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ કે જે ઘણુ લાંબુ ચાલ્યુ. રિપોર્ટ મુજબ સુશાંતનુ મોત ફાંસીના કારણે થયુ છે. જો કે સુશાંતના ઑર્ગન્સને જે જે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે જ્યાં એ અંગે તપાસ કરવામાં આવશે કે તેમને ક્યાંક ઝેર તો નથી આપવામાં આવ્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X