• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રિયાએ સુશાંત સાથે ચેટનો સ્ક્રીનશૉટ શેર કર્યો, બહેને વીડિયો શેર કરી આપ્યો જવાબ

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. આ સમગ્ર મામલે રિયા ચક્રવર્તી સવાલોના ઘેરામાં છે અને લોકો તેના પર ઘણા સવાલ ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન રિયાએ સુશાંત સાથે વાતચીતના વૉટ્સએપ ચેટનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે. આ સ્ક્રીનશૉટમાં સુશાંત અને તેની બહેન વચ્ચે અણબનાવની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ હવે આ ચેટ સામે આવ્યા બાદ સુશાંતની બહેને આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ રિયાના સ્ક્રીનશૉટનો જવાબ આપતો એક વીડિયો શેર કર્યો છે જેમાં સુશાંત કહે છે કે હું મારી એક બહેનની ખૂબ નજીક છુ.

શ્વેતાએ શેર કર્યો વીડિયો

શ્વેતાએ શેર કર્યો વીડિયો

શ્વેતાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં સુશાંત એ વાતનો સ્વીકાર કરે છે કે તે પોતાની બહેન પ્રિયંકા(સોનુ દી)ની ખૂબ નજીક છે કારણકે તે હંમેશા તેને સમજે છે. સુશાંત કહે છે કે તે પોતાની બધી બહેનોની નજક છે પરંતુ એક બહેનની સૌથી વધુ નજીક છે કારણકે તે એને પકડી લે છે, સમજી જાય છે. અમારી અંદર ઘણી એવી વસ્તુઓ છે જે એક સમાન છે. તે કહે છે કે મારી બહેન પ્રિયંકા સાથે મારો પવિત્ર સંબંધ છે.

પિતા સાથેનો ફોટો કર્યો શેર

આ ઉપરાંત શ્વેતાએ સુશાંતનો તેના પિતા સાથેનો એક ફોટો પણ શેર કર્યો છે અને લખ્યુ છે કે અમારા પિતા, એ વ્યક્તિ જેમની પાસેથી અમે ઘણુ બધુ શીખ્યુ, કેવી રીતે સંઘર્ષશીલ બન્યા. કેવી રીતે તમામ વિષમતાઓ બાદ પણ સકારાત્મક બની રહ્યા, તે અમારી તાકાત છે, અમારુ અભિમાન છે. તમને જણાવી દઈએ કે શનિવારે રિયા ચક્રવર્તીએ સુશાંત સાથે ચેટનો સ્ક્રીનશૉટ શેર કર્યો હતો. આ ચેટમાં સુશાંત પોતાની બહેન વિશે ઘણુ કહી રહ્યા છે. રિયા દ્વારા આ સ્ક્રીનશૉટ શેર કર્યા બાદ સુશાંતના વકીલે આરોપ લગાવ્યો છે કે રિયા સુશાંતની બહેનની છબી ખરાબ કરવા ઈચ્છે છે, એ હેતુથી આ કરવામાં આવ્યુ છે.

શું હતુ ચેટમાં?

શું હતુ ચેટમાં?

રિયા તરફથી જારી ચેટમાં સુશાંત લખે છે - તારો પરિવાર શાનદાર છે. તારા પિતા પણ એકદમ સાચા છે. શોવિક સહાનુભૂતિથી ભર્યો છે. મારા જીવનમાં જરૂરી બદલાવનુ કારણ તુ છે. તમારા બધાનુ આસપાસ રહેવુ મારા માટે ખુશીની વાત છે. ચિયર્સ મારી રૉકસ્ટાર બનવા માટે. એની બે મિનિટ બાદ સુશાંતે બીજો મેસેજ કર્યો જેમાં તેમણે લખ્યુ કે પ્લીઝ તુ હસતી રહે, તુ આમ જ સારી લાગે છે. હવે હું સૂવાની કોશિશ કરુ છુ. કાશ મને જમીલા જેવુ કોઈ સપનુ આવે, ટાટા(બાય). આના પર રિયા જવાબ આપે છે કે જા સૂઈ જા મારા સ્વીટ બૉય. લેન્ડ કર્યા પછી મેસેજ કરીશ, આશા છે કે તુ ચાંદ પર હોઈશ.

બહેન માટે લાંબો મેસેજ

બહેન માટે લાંબો મેસેજ

આના બે કલાક બાદ રિયાએ ફરીથી મેસેજ કર્યો અને સુશાંતને પૂછ્યુ કેવુ છે. જેના પર સુશાંતનો જવાબ આવ્યો કે સારો નથી. મારી બહેન હવે સિડભાઈને વિક્ટીમ કાર્ડ રમીને મેનિપ્યુલેટ કરી રહી છે જેથી આ આખી વાતથી ધ્યાન ભટકાવીને મારી ઉપર આવી જાય. મે તેને ફિઝીકલી પનિશમેન્ટ આપી, જે દુઃખની વાત છે. જેના પર રિયાએ લખ્યુ પ્લીઝ મને મીટિંગ પછી ફોન કરજે. પછી સુશાંતનો એક લાંબો મેસેજ આવ્યો, જે પ્રિયંકા માટે હતો. સુશાંતે લખ્યુ કે તુ આ બધુ કર, તુ દારૂના નશામાં કરવામાં આવેલી હરકતને વિક્ટિમ કાર્ડ રમીને તેને કવરઅપ કરવાની કોશિશ કરી રહી છે. મારી પ્રેમાળ બહેન ઉપર ભગવાન છે અને આપણી મા પણ. તેમની સીખ મુજબ તે જે કર્યુ તે ગુનો છે. તેમણે આગળ લખ્યુ કે તને તારા ઘમંડમાં સાચી વસ્તુઓ નથી દેખાતી, હું નથી ડરતો. હું દુનિયામાં બદલાવ લાવવા માટે પોતાનુ કામ ચાલુ રાખીશ.

મેસેજમાં સિડનો પણ ઉલ્લેખ

ત્યારબાદનો મેસેજ જે રિયાને મોકલવામાં આવ્યો તે સિડ માટે હતો. સુશાંતે લખ્યુ કે એણે તારી આંખો સામે માર્યુ. બધા વિચારી રહ્યા છે કે તેણે દારૂના નશામાં આ બધુ કર્યુ હશે. તુ એની વિક્ટીમ કાર્ડવાળી વાત પણ માની રહ્યા. ત્યારબાદ પણ પ્રિયંકા વિશે લાંબી વાતો રિયા અને સુશાંત વચ્ચે થઈ. હવે એ વાતનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે સુશાંત અને બહેન પ્રિયંકા વચ્ચે કંઈક અણબનાવ હતો, રિયાએ આને પ્રૂવ કરવા માટે આ વૉટ્સએપ સ્ક્રીનશૉટ જારી કર્યો છે.

ભાગ્યોદય કેવી રીતે થાય છે? શું કરશો ઉપાય?ભાગ્યોદય કેવી રીતે થાય છે? શું કરશો ઉપાય?

English summary
Sushant Singh Rajput sister hits back at Rhea Chakraborty whatsapp chat screenshot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X