For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટે ફગાવી સુશાંત સિંહના મોતની CBI તપાસની માંગ કરતી જનહિત અરજી

સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં કેન્દ્રીય તપાસ બ્યુરોની તપાસની માંગવાળી જનહિત અરજી પર વિચાર કરવાનો ઈનકાર કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલો સતત ચર્ચામાં છે. સુશાંત સિંહની આત્મહત્યા બાદ તેમના પરિવાર અને ઘણા નેતાઓએ કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માંગ કરી છે. આ અંગે એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેના પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં કેન્દ્રીય તપાસ બ્યુરોની તપાસની માંગવાળી જનહિત અરજી પર વિચાર કરવાનો ઈનકાર કરી દીધો છે.

sushant

સુશાંત સિંહ રાજપૂતના મોતની સીબીઆઈ તપાસની માંગ કરતી જનહિત અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે પોલિસને તેમનુ કામ કરવા દો. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અરજીકર્તા અલખ પ્રિયાનુ આ મામલે કોઈ ફોકસ નથી. કોર્ટે અરજીકર્તાને કહ્યુ કે બૉમ્બે હાઈકોર્ટમાં જાવ. અદાલતે આ કેસની સુનાવણી કરીને કહ્યુ કે એ વાત સાથે કોઈ લેવાદેવા થી કે કોઈ વ્યક્તિ સારો હતો કે ખરાબ. આ ક્ષેત્રાધિકાર વિશે પણ છે. જો તમારી પાસે બતાવવા માટે કંઈ ઠોસ હોય તો તમે બૉમ્બે હાઈકોર્ટમાં જાવ.

આ તરફ બસપા પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પણ સીબીઆઈ તપાસની માંગ કરી છે. માયાવતીએ ટ્વિટ કરીને લખ્યુ - બિહારના યુવાન બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતનો કેસ રોજ નવા તથ્યો બહાર આવી રહ્યા હોવાથી અને તેમના પિતા દ્વારા પટના પોલિસમાં એફઆઈર નોંધાવવાથી વધુ પેચીદો બની રહ્યો છે. હવે કેસની તપાસ મહારાષ્ટ્ર તેમજ બિહાર પોલિસ દ્વારા થવા કરતા સારુ છે કે સમગ્ર પ્રકરણની તપાસ સીબીઆઈ જ કરે.

રામ જન્મભૂમિની સુરક્ષામાં તૈનાત 16 પોલિસકર્મી સહિત પૂજારી કોરોના પૉઝિટીવરામ જન્મભૂમિની સુરક્ષામાં તૈનાત 16 પોલિસકર્મી સહિત પૂજારી કોરોના પૉઝિટીવ

English summary
Sushant Singh Rajput suicide case: SC dismisses PIL for CBI probe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X