અફવાઓથી ત્રાસી ગયાં સુશાંત-અંકિતા, ટુંકમાં જ પરણી જશે
મુંબઈ, 11 નવેમ્બર : અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અંકિતા લોખંડે સાથે તેમના સંબંધો અંગે ઉઠતી અફવાઓથી ત્રાસી ગયા છે. તેમનું કહેવું છે કે તેઓ ટુંકમાં જ લગ્ન કરી લેશે.

છેલ્લે શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મમાં પરિણીતી ચોપરા સાથે દેખાયેલા કાઇ પો છે ફૅમ સુશાંતે જણાવ્યું - અમે એ બાબતથી ખુશ ચીએ કે અમે બંને સાથે છીએ. આ સાથે જ હું એ વાત અંગે પણ ખૂબ ખુશ છું કે અમે ટુંકમાં જ લગ્ન કરી લઇશું. હાલમાં પોતાની આવનાર ફિલ્મોમાં વ્યસ્ત સુશાંતે જણાવ્યું - મારી પાસે હજી ઘણી સારી ફિલ્મો છું. હું દિબાકર બૅનર્જીની ડિકેટ્કિટ બ્યોમકેશ બખ્શી તેમજ શેખર કપૂરની પાની ફિલ્મોમાં કામ કરવા અંગે ઉત્સાહિત છું. તેમની અપેક્ષાઓ વધુ છે. તેથી મારે બહેતર કામ કરવું પડશે.












Click it and Unblock the Notifications
