સુસ્મિતા સેનને આખરે કેવી રીતે આવ્યો હાર્ટ એટેક, કઈ તારીખે થયો હતો છાતીમાં દુઃખાવો
સુસ્મિતા સેનની એંજિયોપ્લાસ્ટી કરવામાં આવી અને સ્ટેંટ લગાવવામાં આવ્યુ. આખરે સુસ્મિતા સેન સાથે આવુ ક્યારે અને કેવી રીતે થયુ તે વિશે અમુક માહિતી સામે આવી છે.
Sushmita Sen Heart Attack: સુસ્મિતા સેને જ્યારે પોતાની પોસ્ટ પર હાર્ટ એટેક વિશે જણાવ્યુ ત્યારે સહુ કોઈ ચોંકી ગયા હતા. તેણે પોતાના પિતા સાથે ફોટો શેર કરીને ફેન્સને આ માહિતી આપી હતી. સુસ્મિતા સેનની એંજિયોપ્લાસ્ટી કરવામાં આવી અને સ્ટેંટ લગાવવામાં આવ્યુ. આખરે સુસ્મિતા સેન સાથે આવુ ક્યારે અને કેવી રીતે થયુ તે વિશે અમુક માહિતી સામે આવી છે.

કેવી રીતે બગડી સુસ્મિતા સેનની તબિયત
સુષ્મિતા સેને પોતાની પોસ્ટમાં જણાવ્યુ કે તેને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેની સર્જરી કરવામાં આવી હતી અને તે હાલ સંપૂર્ણ સ્વસ્થ છે. આ સાથે તેણે તે લોકોનો આભાર માન્યો જેમણે વર્તમાન સમયમાં તેની મદદ કરી હતી. જો કે, તેણે તેની સાથે આ ઘટના ક્યારે અને કેવી રીતે બની તે સંબંધિત માહિતી આપી નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી.

શૂટિંગ દરમિયાન થયો છાતીમાં દુઃખાવો
માહિતી મુજબ સુષ્મિતા સેનને ફિલ્મના સેટ પર અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. તેને અસ્વસ્થતા અનુભવાઈ અને તેના હૃદયમાં દુખાવો થયો ત્યારે તે શૂટિંગ કરી રહી હતી. સેટ પરના તબીબોએ તેની તપાસ કરી અને તેને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને વિલંબ કર્યા વિના તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી.સુષ્મિતાને 27 ફેબ્રુઆરીએ મુંબઈની નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની સારવાર આગામી 3 દિવસ સુધી ચાલુ રહી. 1 માર્ચે હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સારવાર દરમિયાન તબીબોએ તેની સ્થિતિને ધ્યાનમાં લઈને એન્જિયોપ્લાસ્ટીની સલાહ આપી હતી.

એન્જીયોપ્લાસ્ટી કરી અને સ્ટેંટ મૂક્યા
ડૉક્ટરોએ સુષ્મિતા સેન પર એન્જીયોપ્લાસ્ટી કરી અને તેના હૃદયમાં સ્ટેન્ટ મૂક્યા. આ પછી ડૉક્ટરોએ તેને થોડા દિવસો સુધી ઓબ્ઝર્વેશનમાં રાખી. 1 માર્ચે ડૉક્ટરોએ તેમને હૉસ્પિટલમાંથી રજા આપી. હાલમાં, અભિનેત્રી હવે તેના ઘરે આરામ કરી રહી છે. મળતી માહિતી મુજબ હવે તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી છે.એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે અભિનેત્રીના અંગત જીવનમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી હતી જેના કારણે તે ઘણા સમયથી પરેશાન હતી. જેના કારણે અભિનેત્રીને હાર્ટ એટેક આવ્યો હતો.












Click it and Unblock the Notifications
