બે મહિનામાં જ સુષ્મિતા સેન અને લલિત મોદીના સંબંધનો The End? મોદીએ ખુદ આપ્યા સંકેત
લલિત મોદીએ તેમના બાયોમાં સુષ્મિતાને માય લવ તરીકે વર્ણવી હતી પરંતુ હવે ફરી એકવાર લલિત મોદીએ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ દ્વારા સંકેત આપ્યો છે.
મુંબઈઃ બે મહિના પહેલા IPLના ફાઉન્ડર લલિત મોદીએ તેમના અને અભિનેત્રી સુષ્મિતા સેનના અફેરના સમાચાર જાહેર કરતા ઘણા રોમેન્ટિક ફોટા શેર કર્યા હતા. સુષ્મિતા અને લલિત મોદીનો રોમેન્ટિક ફોટો સામે આવ્યા બાદ ઈન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો હતો. લોકો બંનેના અફેરની વાતો કરવા લાગ્યા. લલિત મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા સુષ્મિતા સેન સાથેના તેમના પ્રેમનો ખુલાસો કર્યો હતો અને તેમના બાયોમાં સુષ્મિતાને માય લવ તરીકે વર્ણવી હતી પરંતુ હવે ફરી એકવાર લલિત મોદીએ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ દ્વારા સંકેત આપ્યો છે.

શું ખતમ થઈ ગયો લલિત મોદી-સુષ્મિતાનો સંબંધ?
લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના સંબંધોને લઈને ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર એક રોમેન્ટિક ફોટો શેર કર્યો હતો પરંતુ હવે તેમના બ્રેકઅપના સમાચાર આવી રહ્યા છે. આ અંગેના સંકેતો લલિત મોદીએ તેમના સોશિયલ મીડિયા દ્વારા પણ આપ્યા છે. લલિત મોદીએ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પોતાની પ્રોફાઇલમાં મોટો ફેરફાર કર્યો છે. લલિત મોદીએ એક મોટો ફેરફાર કરીને ઇન્સ્ટાગ્રામ પર બાયોનો ફોટો બદલી નાખ્યો છે. જેના પછી એવા સંકેતો મળી રહ્યા છે કે બંને વચ્ચેના સંબંધો કદાચ ખતમ થઈ ગયા છે.

હટાવ્યુ સુષ્મિતાનુ નામ
લલિત મોદીના પોતાના બાયોમાંથી સુષ્મિતાનુ નામ હટાવી દેવામાં આવ્યુ છે. તે પોસ્ટ હટાવી દેવામાં આવી છે જેમાં તેમણે સુષ્મિતા માટે ઘણી વાતો કહી હતી. જે બાદ એવી અટકળો ચાલી રહી છે કે સુષ્મિતા સેન અને લલિત મોદીનુ બ્રેકઅપ થઈ ગયુ છે. લલિત મોદીએ બાયોમાં લખ્યુ હતુ કે સુષ્મિતા સેન સાથે તેમના નવા જીવનની શરૂઆત. તેમણે સુષ્મિતાને પાર્ટનર ઈન ક્રાઈમ હોવાનુ કહ્યુ હતુ પરંતુ હવે લલિત મોદીએ બાયો બદલીને સુષ્મિતાનુ નામ હટાવી દીધુ છે.

12 વર્ષ નાની છે સુષ્મિતા
સુષ્મિતા સાથેના સંબંધોની જાહેરાત કર્યા બાદ લલિત મોદી અને અભિનેત્રીની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી હતી. બંનેની ઉંમરના તફાવતને કારણે લોકો તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા હતા. જ્યારે સુષ્મિતા સેન 46 અને લલિત મોદી 58 વર્ષના છે. બંનેની ઉંમરમાં 12 વર્ષનો તફાવત છે.












Click it and Unblock the Notifications
