સુષ્મિતા સેનના લગ્ન વિશે આવ્યા સમાચાર, બૉયફ્રેન્ડ સાથે નવેમ્બરમાં કરશે લગ્ન
સમાચાર છે કે મિસ યુનિવર્સ રહી ચૂકેલી સુષ્મિતા સેન આ વર્ષે નવેમ્બરમાં રોહમન સાથે લગ્નના બંધનમાં બંધાઈ જશે.
અભિનેત્રી સુષ્મિતા સેન અને રોહમન શૉલનો સંબંધ જગજાહેર છે. એવામાં હવે બંનેના લગ્ન વિશે તેમના ફેન્સ અટકળો લગાવી રહ્યા છે. સમાચાર છે કે મિસ યુનિવર્સ રહી ચૂકેલી સુષ્મિતા સેન આ વર્ષે નવેમ્બરમાં રોહમન સાથે લગ્નના બંધનમાં બંધાઈ જશે. બંને જે રીતે પબ્લિક અપીયરન્સ આપવા ઉપરાંત એકબીજા સાથે હદથી વધુ સમય વીતાવી રહ્યા છે તેનાથી સ્પષ્ટ છે કે બંને જીવનભર સાથે રહેવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે સુષ્મિતાએ બે દીકરીઓને દત્તક લીધી છે જેમના નામ આલીશા અને રેને છે.

સુષ્મિતાના ભાઈના લગ્નમાં પણ સાથે જોવા મળ્યા હતા રોહમન
હાલમાં જ સુષ્મિતા સેનના ભાઈ રાજીવે ટીવી અભિનેત્રી ચારુ અસોપા સાથે લગ્ન કર્યા. લગ્નના આ કાર્યકર્મમાં સુષ્મિતાના પોતાના પરિવાર ઉપરાંત રોહમન પણ પરિવારના કોઈ સભ્યની જેમ ઉપસ્થિત રહ્યા. તમને જણાવી દઈએ કે રોહમન સુષ્મિતાથી ઉંમરમાં લગભગ 14 વર્ષ નાના છે. બંનેની મુલાકાત એક ફેશન ગાલા દરમિયાન થઈ હતી અને જલ્દી બંને એકબીજાના પ્રેમમાં ડૂબી ગયા. વળી,પારિવારિક ફોટા જોઈને માલુમ પડે છે કે સુષ્મિતાની દીકરીઓને તેમના માટે રોહમન પસંદ છે.

આવ્યા હતા રોહમન અને સુષ્મિતાના બ્રેકઅપના સમાચાર
હાલમાં જ સુષ્મિતા સેન અને તેના બૉયફ્રેન્ડ રોહમન શૉલ સાથે બ્રેકઅપના સમાચાર આવ્યા હતા. પરંતુ તેમણે રોહમન સાથેનો ફોટો શેર કરીને આવી અફવાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધુ હતુ. અને હવે તે ઘણીવાર આવા ફોટા શેર કરીને પોતે જ ફેન્સને સ્પષ્ટ કરી દે છે કે તે રોહમન અને પોતાના પરિવાર સાથે સારો સમય વીતાવી રહી છે.

સુષ્મિતા સેનને રોહમને કહ્યુ - ગમે છે તારા ડિમ્પલ
સુષ્મિતાની જેમ રોહમન શૉલ પણ સોશિયલ મીડિયા પર તેની સાથે ફોટા શેર કરતા રહે છે. હાલમાં જ તેમણે એક એવો ફોટો શેર કર્યો. ફોટોમાં મૉડલ રોહમન સુષ્મિતાના ગાલ પર કિસ કરી રહ્યા છે. રોહમને કેપ્શનમાં લખ્યુ છે - ‘મને આના ડિમ્પલ ખૂબ ગમે છે... મારી મંચકિન સુષ્મિતા સેન આઈ લવ યુ.' આના પર સુષ્મિતા સેને જે જવાબ આપ્યો તે પણ ખૂબ પ્રેમાળ હતો. સુષ્મિતા સેને લખ્યુ - ‘બધુ તારુ છે... ડિમ્પલ અને બધુ. મને આ ફોટો ગમે છે મારી જાન.'












Click it and Unblock the Notifications
