• search

Twitter Jokes : સુઝાને શરૂ થયા પહેલા જ કેબીસી જીત્યો, હવે બનશે ‘કોઈ ઔર મિલ ગયા’

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 31 જુલાઈ : હૃતિક રોશન અને સુઝાન વચ્ચે છુટાછેડા થઈ ગયાં છે. 2013ના અંતે જ્યારે હૃતિક-સુઝાન જુદા થવા અંગેના સમાચાર જેટલા શૉકિંગ હતા, તેટલા શૉકિંગ હૃતિક-સુઝાનના છુટાછેડાના સમાચાર નહોતાં, પરંતુ આ વખતે શૉક્ડ થવાની વાત હતી સુઝાન દ્વારા 400 કરોડની ખાધા-ખોરાકી માંગવા અંગેના સમાચાર.

  જાણવા મળ્યુ હતું કે સુઝાને હૃતિક રોશન પાસે ખાધા-ખોરાકી પેટે 400 કરોડની માંગ મૂકી હતી, પરંતુ વકીલોની દલીલો બાદ હૃતિક રોશન-સુઝાન વચ્ચે 380 કરોડમાં છુટાછેડા અંગેની સહમતિ થઈ ગઈ.

  દરમિયાન આજે હૃતિક રોશનના એક નજીકના મિત્ર તરફથી ગઈકાલે મોડી રાત્રે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું કે જેમાં હૃતિક-સુઝાન વચ્ચે પૈસા અંગે કોઈ પણ ઝગડો હોવાનો કે 380-400 કરોડની ખાધા-ખોરાકીની માંગણી અંગેના સમાચારોને રદિયો અપાયો છે.

  નિવેદનમાં જણાવ્યા મુજબ - ફાઇનાંસ કે પૈસા અત્યાર સુધી હૃતિક-સુઝાન વચ્ચે ક્યારેય નથી આવ્યાં અને નથી પૈસા અંગે કોઈ પણ જાતનો અણબનાવ. બંનેએ બધુ કોર્ટ ઉપર છોડ્યુ છે, કારણ કે આ મૅટર તેમના માટે આટલી મહત્વની નથી. હૃતિક જે પ્રકારના માણસ છે, તેમના માટે પોતાનો પરિવાર અને પરિવારની ખુશી ખૂબ જ મહત્વ ધરાવે છે. તેઓ પોતાના પરિવાર માટે કંઈ પણ કરી શકે છે. બીજી બાજુ, સુઝાન પણ એક કામકાજી મહિલા છે કે જેમનો પોતાનો બિઝનેસ છે. તેથી બંને વચ્ચે પૈસા કે સેટલમેંટ અંગે અણબનાવ થયાના સમાચારો તથ્યહીન છે અને સમ્પૂર્ણપણે ખોટા છે.

  જોકે આ તો વાત થઈ સ્પષ્ટીકરણની. સુઝાને કેટલા પૈસા માંગ્યા અને હૃતિકે કેટલા પૈસા આપ્યા? આ પ્રશ્ને સફાઈ આપવાની પ્રક્રિયા સામાન્ય બાબત છે, પરંતુ આ તમામ ભાંજગડના પગલે સુઝાન ટ્વિટર ઉપર મજાકનું પાત્ર ચોક્કસ બની ગયા છે. સુઝાન દ્વારા 400 કરોડની માંગણી કરાઈ હોવાના સમાચાર બાદ સુઝાન અંગે ટ્વિટર પર ખૂબ જ મજાનું જોકિંગ શરૂ થયુ છે.

  ચાલો આપને પણ વંચાવીએ સુઝાન કેવી રીતે ટ્વિટર પર જોક્સ બની ગયા છે.

  પ્રણય-ત્રિકોણ

  પ્રણય-ત્રિકોણ

  સુઝાન અને હૃતિક રોશન વચ્ચેના અણબનાવ પાછળ ઘણી વાર અર્જુન રામપાલ અને સુઝાન વચ્ચેના સંબંધોને ગણવામાં આવ્યા છે. જોકે હૃતિક કે સુઝાને ક્યારેય આવી વાત જાહેરમાં નથી કહી. આમ છતાં સુઝાને 400 કરોડની ખાધા-ખોરાકી માંગતા તેઓ ટ્વિટર જોક્સનો ભોગ બન્યા છે અને આ જોક્સમાં અર્જુન રામપાલનું નામ પણ ઉછડ્યુ છે. ટ્વિટર જોક્સ માટે સ્લાઇડર આગળ ફેરવો.

  સુઝાને જીત્યો કેબીસી

  સુઝાને જીત્યો કેબીસી

  સુઝાન દ્વારા 400 કરોડની માંગણી કર્યાના સમાચાર બાદ એક ટ્વીટ આ પ્રમાણે હતું - સુઝાન ખાને નવો કેબીસી જીતી લીધો છે કે જે હજી શરૂ પણ નથી થયો.

  સલમાનનું ખડખડાટ હાસ્ય

  સલમાનનું ખડખડાટ હાસ્ય

  આ ટ્વીટમાં કહેવાયુ છે - હૃતિકે 2001માં સલમાન ખાનને મૅસેજ કર્યો હતો કે ભાઈ, તમે ક્યારે પરણશો? સલમાને આ મૅસેજનો આજે જવાબ આપ્યો - LOL.

  કોઈ ઔર મિલ ગયા

  કોઈ ઔર મિલ ગયા

  રાકેશ રોશન કોઈ મિલ ગયાની સિક્વલ બનાવી રહ્યા છે કે જેમાં સુઝાન ખાન અને અર્જુન રામપાલ છે. સિક્વલનું નામ છે કોઈ ઔર મિલ ગયા.

  શુભ ધન વર્ષા

  શુભ ધન વર્ષા

  આ ટ્વીટમાં કહેવાયુ છે કે શુભ ધન વર્ષા યંત્રની જાહેર ખબરમાં સુઝાન દેખાય, તેવી રાહ જોવાઈ રહી છે.

  હરમન લકી

  હરમન લકી

  હરમન બાવેજા આજે પોતાની જાતને લકી માનતા હશે કે તેઓ માત્ર દેખાવમાં જ હૃતિક જેવા છે, સુઝાન સાથે લગ્ન નથી કર્યાં.

  સ્ત્રીઓના લફરામાં ન પડાય

  સ્ત્રીઓના લફરામાં ન પડાય

  સુઝાને 400 કરોડની માંગણી મૂકતા આ ટ્વીટ વડે કહેવાયુ છે કે સ્ત્રીઓના લફરામાં ન પડાય.

  ઈર્ષ્યા તો આજે પણ થાય

  ઈર્ષ્યા તો આજે પણ થાય

  એક સમયે સ્ત્રીઓને સુઝાન સામે ઈર્ષ્યા થતી હતી કે તેમણે હૃતિક સાથે લગ્ન કર્યાં. આજે પણ સ્ત્રીઓને સુઝાન સામે ઈર્ષ્યા થાય છે કે તેમણે હૃતિકને છુટાછેડા આપ્યાં.

  ખાલી હાથ જાયેંગે

  ખાલી હાથ જાયેંગે

  હૃતિક રોશને પોતાની પહેલી ફિલ્મ કહો ના પ્યાર હૈમાં ગીત ગાયુ હતું ખાલી હાથ આયે થે હમ, ખાલી હાથ જાયેંગે... આ ગીતની પંક્તિઓ જાણે આ તસવીર દ્વારા સત્ય સાબિત કરવામાં આવી રહી છે.

  ફરહાન-અભયે ઉડાવી મજાક

  ફરહાન-અભયે ઉડાવી મજાક

  ફરહાન અખ્તર અને અભય દેઓલે હૃતિકને કહ્યું - ઔર ગાઓ ગાના ખાલી હાથ જાયેંગે...

  જુઓ બૉલીવુડના મોંઘેરા છુટાછેડા

  જુઓ બૉલીવુડના મોંઘેરા છુટાછેડા

  બૉલીવુડના મોંઘેરા છુટાછેડા જાણવા માટે ક્લિક કરો.

  English summary
  Hrithik Roshan and Sussanne Roshan close friend confirms that news of a dispute of settlement with 400 cr, between Hrithik Roshan and Sussanne Khan, is false, but Sussanne Khan's alimony demand made her a butt of jokes on Twitter.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more