ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પર તાપસીએ તોડ્યુ મૌન
ગયા વર્ષે શરૂ થયેલા #MeToo કેમ્પેઈનમાં એક તરફ હોલિવુડ અભિનેત્રીઓએ ઈન્ડસ્ટ્રીમાં થતા સેક્સ્યુઅલ હેરેસમેન્ટના વિરોધમાં અવાજ ઉઠાવ્યો ત્યાં બીજી તરફ બોલિવુડ અભિનેત્રીઓએ હજુ સુધી આના પર મૌન ધારણ કરેલુ છે.
ગયા વર્ષે શરૂ થયેલા #MeToo કેમ્પેઈનમાં એક તરફ હોલિવુડ અભિનેત્રીઓએ ઈન્ડસ્ટ્રીમાં થતા સેક્સ્યુઅલ હેરેસમેન્ટના વિરોધમાં અવાજ ઉઠાવ્યો ત્યાં બીજી તરફ બોલિવુડ અભિનેત્રીઓએ હજુ સુધી આના પર મૌન ધારણ કરેલુ છે. મોટાભાગની બોલિવુડ અભિનેત્રીઓ આ અંગે ચૂપ છે પરંતુ તાપસી પન્નૂ એમાંની નથી. તાપસીએ કહ્યુ છે કે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય છે પરંતુ અભિનેત્રીઓ ખુલીને આના વિશે બોલી નથી શકતી.

‘મારી સાથે નથી થયુ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ’
તાપસીએ કહ્યુ કે "તેણે ખુદ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના સમાચાર સાંભળ્યા છે પરંતુ સ્ટાર્સ આ વિશે અસહજતા અનુભવે છે." તાપસીએ કહ્યુ, "એવુ નથી કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ નથી થતુ. તે ચોક્કસ થાય છે. હું આના વિશે જાણુ છુ કારણકે એ લોકો પાસેથી આના વિશે સાંભળ્યુ છે. વળી, લોકો ખુલીને આ વિશે વાત નથી કરતા કારણકે આની સાથે ઘણી વાતો સંકળાયેલી છે." તાપસીએ કહ્યુ કે તેણે ક્યારેય પોતાના જીવનમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો સામનો નથી કર્યો.

‘લોકો પીડિત પર જ ઉઠાવે છે સવાલ’
તાપસીનું કહેવું છે કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો શિકાર વ્યક્તિ ખુલીને વાત કરતા ડરે છે. તેણે કહ્યુ કે, "તેને એવુ લાગે છે કે તેણે જિંદગીમાં, કેરિયરમાં જે કંઈ પણ કમાયુ છે, આ બધુ ખબર પડી ગયા બાદ લોકો તેને સપોર્ટ નહિ કરે. લોકોને લાગશે કે આ સસ્તી લોકપ્રિયતાનો એક પ્રકાર છે. તેમના કામ કરવાના પ્રકાર અને કેરેક્ટર પર સવાલ ઉભા કરવામાં આવશે." તાપસીએ આગળ કહ્યુ કે "ત્યારબાદ લોકો તેને શંકાની નજરે જોવા લાગે છે."

‘એકલી છોકરીઓ સૌથી વધુ લાચાર’
"લોકોને લાગે છે કે પીડિત આ બધી વાતો પોતાના ફાયદા માટે કરે છે. ખાસ કરીને એ છોકરીઓ વિશે આવુ કહેવામાં આવે છે જેમનો પરિવાર અહીં નથી. જેને સપોર્ટ કરવાવાળુ અહીં કોઈ નથી. એટલા માટે કદાચ અસુરક્ષાની આ ભાવના તેમને ખુલીને બોલવાથી રોકે છે." ‘બેબી' અને ‘પિંક' જેવી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી લોકોને પ્રભાવિત કરનારી તાપસી પન્નુની આ વર્ષે ત્રણ ફિલ્મો ‘મુલ્ક', ‘મનમર્જિયાં' અને ‘સૂરમા' રિલીઝ થવા જઈ રહી છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા




Click it and Unblock the Notifications
