કચ્છની મહિલા એથ્લિટ પર આધારીત ફિલ્મ 'રશ્મિ રોકેટ' દશેરા પર થશે રિલિઝ, તાપસીએ ફિલ્મ વિશે કરી વાત

તાપસી પન્નુ અભિનીત ફિલ્મ 'સ્ત્રીત્વ' ની વ્યાખ્યા પર સવાલ ઉઠાવે છે જે લિંગ પરીક્ષણની પ્રક્રિયા દ્વારા સમાજના ઢાંચામાં બંધ બેસે છે. આ ફિલ્મ દશેરાના દિવશે રિલિઝ થવા જઇ રહી છે. ફિલ્મમાં ડિરેક્ટર યોગ્ય પ્રશ્નો ઉઠાવવામાં સફળ ર

તાપસી પન્નુ અભિનીત ફિલ્મ 'સ્ત્રીત્વ' ની વ્યાખ્યા પર સવાલ ઉઠાવે છે જે લિંગ પરીક્ષણની પ્રક્રિયા દ્વારા સમાજના ઢાંચામાં બંધ બેસે છે. આ ફિલ્મ દશેરાના દિવશે રિલિઝ થવા જઇ રહી છે. ફિલ્મમાં ડિરેક્ટર યોગ્ય પ્રશ્નો ઉઠાવવામાં સફળ રહ્યા છે. ખાસ વાત એ છે કે ફિલ્મ શરૂઆતથી અંત સુધી ક્યાંય પણ તેના વિષયથી વિચલિત થતી નથી. રશ્મી રોકેટ પણ તેની થીમ દ્વારા દરેક મહિલાને સલામ કરે છે જે તેના હૃદયને તોડતી પ્રથાઓ સામે અવાજ ઉઠાવવાની હિંમત કરે છે. આ ફિલ્મ વિશે તાપસીએ વન ઇન્ડિયા સાથે વાત કરી હતી.

જેન્ડર ટેસ્ટ વિરૂદ્ધ સવાલ ઉઠાવી રહી છે ફિલ્મ

જેન્ડર ટેસ્ટ વિરૂદ્ધ સવાલ ઉઠાવી રહી છે ફિલ્મ

આ ફિલ્મ મુખ્યત્વે એક એથ્લિટની કહાની છે જે જેન્ડર ટેસ્ટના કારણે જેનું કરીયર ખતમ થઇ જાય છે. જે બાદ તે કોર્ટમાં જાય છે. આ એવી મહિલા એથ્લિટ્સની કહાની છે જે જેન્ડર ટેસ્ટના કારણે પોતાનુ સર્વસ્વ ગુમાવી દે છે.

સ્પોર્ટસની ફેન રહી છે તાપસી

સ્પોર્ટસની ફેન રહી છે તાપસી

રશ્મિ રોકેટ માટે તાપસી પન્નુ એક એથ્લિટનો રોલ કરી રહી છે. તાપસીએ જણાવ્યું હતુ કે તે બાળપણથી સ્પોર્ટસ ગમે છે. આ ફિલ્મ માટે તેણે બહુ મહેનત કરી છે. પોતાને એથ્લિટ તરીકે બતાવવા માટે તાપસીએ 1 વર્ષ મહેનત કરી હતી. તાપસીએ એક વર્ષમાં સંપૂર્ણ નેચરલ રીતે બોડી ટ્રાંસફોર્મેશન કર્યું હતુ.

ગુજરાત સાથે કનેક્ટેડ છે કેરેક્ટર

ગુજરાત સાથે કનેક્ટેડ છે કેરેક્ટર

રશ્મી રોકેટ ફિલ્મમાં ગુજરાતના કચ્છની યુવતિની કહાની છે. ફિલ્મમાં ગુજરાતને કનેક્ટ થવા માટે તેમણે પરંપરાગત ટેટુ પણ બનાવ્યા હતા. આ ફિલ્મ દ્વારા એવો સંદેશો આપવામાં આી રહ્યો છેકે કોઇ પણ એથ્લિટ અન્ડર ડોગ નથી. તે પાતાના નાનકડા ગામમાંથી નિકળીને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાને લઇ જઇ શકે છે.

રશ્મી રોકેટના સોન્ગ ઘણી કુલ છોરીને 1 કરોડથી વધુ વ્યુઝ

રશ્મી રોકેટના સોન્ગ ઘણી કુલ છોરીને 1 કરોડથી વધુ વ્યુઝ

તાપસીની ફિલ્મ રશ્મિ રોકેટનું એક ગિત ઘણી કુલ છોરી બહુ વાયરલ થયું છે. બે અઠવાડીયા પહેલા રિલિઝ થયેલ આ ગીતને લોકો જોઇ રહ્યાં છે અને તેને ખુબ પસંદ કરી રહ્યાં છે. આ ગીતને 1 કરોડથી પણ વધારે વ્યુઝ મળ્યા છે.

ટ્રોલર્સ વિશે કહી વાત

ટ્રોલર્સ વિશે કહી વાત

તાપસી પન્નુ ઘણા કારણોના લીધે અવાર નવાર ટ્રોલર્સનું નિશાન બનતી હોય છે. આ મામલે વાત કરતા તાપસીએ કહ્યું કે ટ્રોલર્સ તેમને પોતાની ફિલ્મના પ્રમોશનમાં મદદ કરી છે. તેમના લીધે મારી ફિલ્મનું વધારે પ્રમોશન થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ ટ્રોલર્સને પોઝીટીવલી લે છે અને તેમના કારણે ઘણા ફાયદા થઇ રહ્યાં છે.

મહિલા એથ્લિટને આપ્યો ખાસ મેસેજ

મહિલા એથ્લિટને આપ્યો ખાસ મેસેજ

તાપસીએ આ ફિલ્મ દ્વારા મહિલા એથ્લિટને મેસેજ આપ્યો છેકે કોઇ ટેસ્ટ તમારૂ જેન્ડર નક્કી કરી શકે નહી. કોઇ નક્કી નહી કરે કે તમે કોણ છો અને શું છો. તમે પોતે નક્કી કરશો કે તમારે શું કરવું છે. તમે મહેનત કરી ગોલ અચિવ કરી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X