'સસ્તી કૉપી' કમેન્ટ પર કંગના અને રંગોલીને તાપસી પન્નૂનો જવાબ

મિશન મંગલના પ્રમોશન દરમિયાન મીડિયા સાથે ખાસ વાતચીત દરમિયાન જ્યારે તાપસી પન્નૂને આ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેણે જબરજસ્ત જવાબ આપ્યો.

કેટલાક સમય પહેલા કંગના રનૌતની બહેન રંગોલીએ તાપસી પન્નૂને કંગનાની સસ્તી કૉપી કહી હતી. મિશન મંગલના પ્રમોશન દરમિયાન મીડિયા સાથે ખાસ વાતચીત દરમિયાન જ્યારે તાપસી પન્નૂને આ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેણે જબરજસ્ત જવાબ આપ્યો. તાપસીએ કહ્યું તે મને એક એવી એક્ટ્રેસની કૉપી કહી રહ્યા છે, જેમણે 100 કરોડથી વધુની ફિલ્મો આપી છે, સારી વાત છે ને. સારા એક્ટરની કોપી કહેવામાં મને કોઈ વાંધો નથી. અને સસ્તી તો હું છું કારણ કે તેમના પ્રમામે તે બોલીવુડની સૌથી વધુ ફી લેનારી એક્ટ્રેસ છે.

તાપસીએ કહ્યું,'મારા વાળ બાળપણથી વાંકડિયા છે. માતા પિતાના કારણે છે, એમાં હું શું કરી શકું. હું મારા વિચારો વ્યક્ત કવરા માટે માફી નહીં માગું. તો એટલે મને નથી લાગતી કે તેમને કેમ હું કૉપી લાગું છું. અને જો લાગે છે, તો હું તેને વખાણ તરીકે લઈશ.'

પરાણે ઝઘડા નથી કરતી

પરાણે ઝઘડા નથી કરતી

એક તો વાત એ છે કે તમે જબરજસ્તી મને સળી કરીને ઝઘડો ન કરાવી શકો. મેં આજ સુધી આવું નથી કર્યું, ન તો કરી શકું છું. મારી જવાબ આપવાની રીત હંમેશા હળવી રહી છે, મજાકિયા રહી છે. હું ક્યારેય અભદ્ર ચર્ચાનો ભાગ નથી બનતી.

હું કોઈ ત્રીજાના કારણે મારું બ્લડપ્રેશર કેમ વધારું, એ પણ એવી વ્યક્તિ જેનું મારા માટે મહત્વ નથી. એટલે જતેમણે લખ્યું પણ મારા માટે મહત્વનું નથી તો મને રિપ્લાય નથી આપ્યો.

ગુસ્સો ટ્વિટ પર નથી

ગુસ્સો ટ્વિટ પર નથી

મેં એ ટ્વિટમાં કોઈનું નામ નહોતું લખ્યું, કારણ કે હું એ ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોને જાણું છું... હું કોનું કોનું નામ લખવા બેસું. સૌનું નામ લખવા જઉં તો ફિલ્મ માટે લખવાની જગ્યા નથી રહેતી. મને નથી લાગતું કે તેમને ખરાબ લાગ્યું હશે. પણ મેં એક શોમાં ડબલ ફિલ્ટરની વાત કરી હતી, આ ગુસ્સો ત્યાંથી નીકળ્યો છે.

મારો ઈરાદો ખરાબ નહોતો

મારો ઈરાદો ખરાબ નહોતો

ડબલ ફિલ્ટરવાળી વાત પણ મને નથી લાગતું કે કોઈ નેગેટિવ કમેન્ટ છે, મને લાગે છે કે જો તમે સાચા વ્યક્તિ છો તો જે મનમાં આવે તે બોલી દો છો. મારી બહેન પણ મને કહે છે કે તુ ફિલ્ટર લઈને નીકળ્યા કર કારણ કે હું પણ મનમાં આવે તેમ બોલી દઉ છું. હવે તમે આ કમેન્ટ નેગેટિવ લીધી તો એ તમારો પ્રોબ્લેમ છે. મેં પચાસ ઈન્ટરવ્યુમાં તેમના વખાણ કર્યા છે, કારણ કે મને તેમનું કામ ગમે છે. પરંતુ તે નથી કોઈ જોતું.

રંગોલીએ તાપસીને કંગનાની સસ્તી કૉપી કહી હતી

રંગોલીએ તાપસીને કંગનાની સસ્તી કૉપી કહી હતી

રંગોલીએ તાપસી પન્નૂ પર પ્રહાર કરતા ટ્વિટ કર્યું હતું, જેમાં લખ્યુ હતું,'કેટલાક લોકો કંગનાને કૉપી કરીને પોતાની દુકાન ચલાવે છે. પરંતુ એ ધ્યાન રાખજો કે તે ક્યારેય તેનું નામ નથી લેતા, ક્યારેય તેના કામના વખાણ નથી કરતા, ટ્રેલરના વખાણ કરતા સમયે પણ નહીં. તાપસી જી, જ્યારે છેલ્લે મેં તમને સાંભળ્યા હતા, ત્યારે તમારું માનવું હતું કે કંગનાએ પોતાના મોઢા પર ફિલ્ટર લગાવવું જોઈએ અને તાપસીજી તમારે કંગનાની સસ્તી કૉપી બનવાનું બંધ કરવું જોઈએ.'

અનુરાગ કશ્યપે આપ્યો હતો જવાબ

અનુરાગ કશ્યપે આપ્યો હતો જવાબ

તાપસી પર રંગોલીનું આ ટ્વિટ જોઈને અનુરાગ કશ્યપ વચ્ચે કૂદ્યા હતા. તેમણે રંગોલીને જવાબ આપતા કહ્યું,'બસ કર રંગોલી. તુ ક્યાંની વાત ક્યાં ખેંચી રહી છે. આ વધુ પડતું છે. મને નથી ખબર કે તને શું કહું. પરંતુ મેં તારી બહેન કંગના અને તાપસી બંને સાથે કામ કર્યું છે, તારો મુદ્દો મને નથી સમજાતો.'

હું જ્યાં છું, મારી મહેનતથી છું.

હું જ્યાં છું, મારી મહેનતથી છું.

તાપસીએ કહ્યું, 'રંગોલીના ટ્વિટ પર ફક્ત અનુરાગ કશ્યપ જ નહીં ઈન્ડસ્ટ્રીના મારા મિત્રો પણ જવાબ આપવા માગતા હતા, પરંતુ મેં તેમને રોક્યા, કારણ કે મારે આ વાત વધુ નહોતી ચગાવવી. તેઓ મારી નેપોટિઝમ કાર્ડ નથી રમી શક્તા. હું જ્યાં છું ત્યાં મારી મહેન, મારા સંઘર્ષથી છું.'

ઉલ્લેખનીય છે કે 2019ના વર્ષમાં તાપસી પન્નૂએ 'બદલા' જેવી હિટ ફિલ્મ આપી છે. હવે તેઓ મિશન મંગલ અને સાંડકી આંખમાં દેખાશે. ત્યારે આ વર્ષ તાપસી માટે શાનદાર સાબિત થવાનું છે, તેમાં કોઈ શંકા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X