For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

B'day Spcl : જુઓ ‘રુક રુક ગર્લ’ તબ્બુની Top 10 ફિલ્મો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 4 નવેમ્બર : બૉલીવુડ અભિનેત્રી તબ્બુનો આજે જન્મ દિવસ છે. તેઓ આજે 43 વર્ષના થઈ ગયા છે, પરંતુ અત્યાર સુધી તેઓ ફિલ્મોમાં સક્રિય છે અને તેમણે લગ્ન નથી કર્યાં.

તાજેતરમાં જ જ્યારે તબ્બુને લગ્ન અંગેનો પ્રશ્ન કરવામાં આવ્યુ, તો તેમણે ક્વીક રિપ્લાય કરતા કહ્યું - લોકોએ મારા અને સલમાન ખાન સામે આવા પ્રશ્નો કરવાનું બંધ કરવું જોઇએ.

ખેર, એક અભિનેત્રી તરીકે તબ્બુ ભલે ખૂબ સફળ ન રહ્યા હોય, પરંતુ તેમણે અનેક યાદગાર ફિલ્મો કરી છે. શબાના આઝમી તથા બાબા આઝમીના ભત્રીજી તબ્બુ અભિનેત્રી ફરહા નાઝના નાના બહેન છે.

તબ્બુ ક્યારેય એક ટિપિકલ હૉટ કૉમર્સિયલ હીરોઇન નથી રહ્યાં. તેમણે ધીમે-ધીમે પોતાના પાત્રોમાં પરિવર્તનો કર્યા અને નિર્માતા-દિગ્દર્શકોની પસંદગી બની રહ્યાં. તબ્બુએ બૉલીવુડમાં યુવાન વયે પ્રવેશ કર્યો હતો. તેમણે 1980માં બાઝાર ફિલ્મમાં નાનકડો રોલ કર્યો હતો, પછી 14 વર્ષની વયે તબ્બુ હમ નૌજવાન (1985)માં દેખાયા હતાં. ફિલ્મમાં તેઓ દેવ આનંદના બહેનના રોલમાં હતાં.

એક અભિનેત્રી તરીકે તબ્બુની પહેલી ફિલ્મ હતી કુલી નં. 1 કે જે તેલુગુ ફિલ્મ હતી અને હીરો વેંકટેશ હતાં. ડિસેમ્બર-1987માં બોની કપૂરે તબ્બુને બે મોટી ફિલ્મો રૂપ કી રાની ચોરોં કા રાજા તથા પ્રેમ ફિલ્મો વડે બૉલીવુડમાં લૉન્ચ કરી. પ્રેમમાં તબ્બુના હીરો સંજય કપૂર હતાં અને આ ફિલ્મ પૂરી થવામાં 8 વર્ષ લાગી ગયાં. એટલુ જ નહીં, પ્રેમ બોની કપૂરની બિગેસ્ટ ફ્લૉપ ફિલ્મ સાબિત થઈ, પરંતુ તબ્બુની બૉલીવુડમાં નોંધ ચોક્કસ લેવાઈ.

તબ્બુની લીડ હીરોઇન તરીકેની પહેલી બૉલીવુડ ફિલ્મ હતી પહલા પહલા પ્યાર કે જેની કોઈએ નોંધ જ લીધી. તે પછી 1994માં વિજયપથમાં તબ્બુ અજય દેવગણ સાથે ચમક્યાં અને આ ફિલ્મ બદલ તબ્બુએ બેસ્ટ ફીમેલ ડેબ્યુનો ફિલ્મફૅર ઍવૉર્ડ હાસલ કર્યો. તે પછી તબ્બુએ પાછુ વળીને નથી જયું. વિજયપથ ફિલ્મનું એક ગીત રુક રુક રુક... હિટ રહ્યુ હતું અને તે પછી તબ્બુ બૉલીવુડમાં રુક રુક ગર્લ તરીકે જાણીતા બન્યા હતાં.

ચાલો તસવીરોમાં જોઇએ તબ્બુની ટૉપ 10 બેસ્ટ ફિલ્મો :

માચિસ (1996)

માચિસ (1996)

આર વી પંડિત પનિર્મિત અને ગુલઝાર દિગ્દર્શિત ફિલ્મ માચિસ 1996માં આવી હતી. તબ્બુએ ફિલ્મમાં વિદ્રોહી સિખ મહિલાનો રોલ કર્યો હતો અને પ્રશંસા પણ મેળવી હતી. માચિસ બદલ તબ્બુને બેસ્ટ એક્ટ્રેસ તરીકેનો પ્રથમ નેશનલ ફિલ્મ ઍવૉર્ડ મળ્યો હતો.

વિરાસત (1997)

વિરાસત (1997)

મુશીર-રિયાઝ નિર્મિત તથા પ્રિયદર્શન દિગ્દર્શિત વિરાસતમાં તબ્બુએ શાનદાર કામ કર્યુ હતું. વિરાસત તામિળ ફિલ્મ થેવર મગનની રીમેક હતી અને ફિલ્મમાં તબ્બુના હીરો અનિલ કપૂર હતાં.

હુ તુ તુ (1999)

હુ તુ તુ (1999)

ગુલઝાર દિગ્દર્શિત હુ તુ તુ ફિલ્મ 1999માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બદલ તબ્બુએ 2000માં બેસ્ટ એક્ટ્રેસનું ફિલ્મફૅર ઍવૉર્ડ નૉમિનેશન મેળવ્યુ હતું.

અસ્તિત્વ (2000)

અસ્તિત્વ (2000)

મહેશ માંજરેકર લિખિત-દિગ્દર્શિત અસ્તિત્વ હિન્દી અને મરાઠીમાં બની હતી. 2000માં આવેલી અસ્તિત્વ ફિલ્મ એક સુખી વૈવાવિહક જીવન જીવતી પત્નીની વાર્તા હતી કે જે પતિના લાંબા સમય સુધી બહારગામ રહેવા છતાં સગર્ભા થઈ જાય છે અને પછી પતિના સવાલોથી ઘેરાઈ જાય છે.

ચાંદની બાર (2001)

ચાંદની બાર (2001)

મધુર ભંડારકર દિગ્દર્શિત ચાંદની બાર 2001માં રિલીઝ થઈ હતી. ફિલ્મ સુપર હિટ રહી હતી અને નેશનલ ફિલ્મ ઍવૉર્ડ્સ મેળવ્યો હતો. ફિલ્મમાં તબ્બુનો બાર ડાન્સર તરીકેનો રોલ ખૂબ પ્રશંસનીય રહ્યો હતો અને આ રોલ બદલ તેમને બેસ્ટ એક્ટ્રેસ તરીકેનો બીજો બેસ્ટ નેશનલ ફિલ્મ ઍવૉર્ડ મળ્યો હતો.

મકબૂલ (2003)

મકબૂલ (2003)

વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત મકબૂલ ફિલ્મ 2003માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં પંકજ કપૂર, ઇરફાન ખાન, તબ્બુ અને મસુમેહ માખીજા લીડ રોલમાં હતાં. મકબૂલ શેક્સપીયરના નાટક મૅકબેથથી પ્રેરિત હતી.

ધ નેમસેક (2006)

ધ નેમસેક (2006)

મીરા નાયર દિગ્દર્શિત 2006માં રિલીઝ થયેલી ફિલ્મ ધ નેમસેક ઝુમ્પા લાહિડીની આ જ નામ ધરાવતી નવલકથા પર આધારિત હતી. આ ફિલ્મને અમેરિકન સમીક્ષકો તરફથી હકારાત્મક પ્રત્યાઘાત સાંપડ્યા હતાં.

ચીની કમ (2007)

ચીની કમ (2007)

આર બાલ્કી દિગ્દર્શિત ચીની કમ 2007માં રિલીઝ થયેલી રોમાંટિક ફિલ્મ હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, તબ્બુ, પરેશ રાવલ, ઝોહરા સહેગલ તથા સ્વિની ખારા લીડ રોલમાં હતાં.

જય હો (2014)

જય હો (2014)

2014માં આવેલી સલમાન ખાન અભિનીત જય હો ફિલ્મમાં તબ્બુએ સલમાનના બહેનનો લાગણીશીલ અને પડકારજનક રોલ કર્યો હતો. ફિલ્મની હીરોઇન ભલે ડૅઝી શાહ હતાં, પરંતુ સ્ક્રીન ઉપર સલમાન સાથે તબ્બુનું પાત્ર ખૂબ જ વજનદાર હતું.

હૈદર (2014)

હૈદર (2014)

વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત અને બશારત પીર તથા વિશાલ ભારદ્વાજ સહ-લિખિત હૈદર ફિલ્મ પણ આ જ વર્ષે રિલીઝ થઈ હતી. ફિલ્મમાં શાહિદ કપૂર, તબ્બુ, શ્રદ્ધા કપૂર અને કે કે મેનન લીડ રોલમાં હતાં. હૈદરમાં પણ તબ્બુનો મહત્વનો રોલ હતો. હૈદર શેક્સપીયરના નાટક હૅલમેટ પર આધારિત હતી.

English summary
Tabu, Bollywood actress is celebrating her birthday today, 4th November. As token of love lets list our her best heart wrenching performances in movies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X