Taj Divided by Blood : હવે ઓટીટીમાં ડેબ્યુ કરશે ધર્મેન્દ્ર, ભજવશે સૂફી સંત શેખ સલીમ ચિશ્તીનું પાત્ર
Taj Divided by Blood : વેટરન એક્ટર ધર્મેન્દ્ર, જેમણે બ્લેક એન્ડ વ્હાઇટ યુગથી પોતાના દર્શકોનું મનોરંજન કર્યું છે, તેઓ 87 વર્ષની ઉંમરે OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.
Taj Divided by Blood : ઓટીટીની દુનિયામાં બોલીવુડના ટોપ એક્ટર્સ સાથે સાથે ન્યુ કમર્સ પણ પોતાના અભિનયનો જાદુ વિખેરી રહ્યા છે. જેમાં સૈફ અલી ખાનથી લઇને શાહિજ કપૂર સુધી બોલીવુડના ઘણા સ્ટાર્સ ડેબ્યુ કરી રહ્યા છે. આ વચ્ચે હવે બોલીવુડના એક દિગ્ગજ અભિનેતા ઓટીટીમાં ડેબ્યુ કરવા જઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અન્ય સ્ટાર્સને સિનેમામાં જેવો પ્રેમ મળ્યો છે, તેવો પ્રેમ તેને ડિજિટલ દર્શકો તરફથી પણ મળ્યો છે. આ સ્ટાર્સ બાદ હવે 87 વર્ષની ઉંમરે બોલીવુડના હીમેન ધર્મેન્દ્ર OTTની દુનિયામાં પગ મૂકવા જઈ રહ્યા છે. હંમેશા પોતાના પાત્રથી દર્શકોનું દિલ જીતનારા ધર્મેન્દ્ર OTT પ્લેટફોર્મ પર ખૂબ જ દમદાર પાત્ર સાથે ડેબ્યૂ કરશે.

આ વેબ સિરીઝમાં જોવા મળશે ધર્મેન્દ્ર
ધર્મેન્દ્ર, જેઓ તેમના પ્રેક્ષકોનું મનોરંજન કરવા સતત પ્રયત્નશીલ રહે છે, તેઓ હવે ZEE5 ઓરિજિનલ સિરીઝ 'તાજ-ડિવાઈડેડ બાયબ્લડ'માં જોવા મળશે. આ સિરીઝ એક પીરિયડ ડ્રામા છે, જેમાં મુઘલ સામ્રાજ્ય સાથે જોડાયેલી ઘટનાઓ સારી રીતે દર્શાવવામાં આવશે.
આ વેબ સિરીઝમાં અદિતિ રાવ હૈદરી અનારકલી તરીકે રાહુલ બોઝ, પ્રિન્સ સલીમ તરીકે આશિમ ગુલાટી, પ્રિન્સ મુરાદ તરીકે તાહા શાહ,રાની સલીમા તરીકે ઝરીના વહાબ, રાની જોધાબાઈ અને મિર્ઝા હકીમ તરીકે સંધ્યા મૃદુલ જોવા મળશે. ધર્મેન્દ્ર આ ZEE5 ઓરિજિનસસિરીઝમાં સૂફી સંત શેખ સલીમ ચિશ્તીની ભૂમિકા ભજવશે.
|

કોણ હતા સૂફી સંત શેખ સલીમ ચિશ્તી?
શેખ સલીમ ચિશ્તી એક સૂફી સંત હતા જેમણે અકબર અને તેમના પુત્ર સલીમને આશીર્વાદ આપ્યા હતા, સલીમ જે પછીથી જહાંગીર તરીકેઓળખાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ફતેહપુર સીકરીમાં અકબરે સૂફી સંત શેખ સલીમ ચિશ્તીના સન્માનમાં તેમના નામ પર એક પવિત્રમકબરો પણ બનાવ્યો છે.
આ સિરીઝમાં નસીરુદ્દીન શાહ બાદશાહ અકબરની ભૂમિકામાં જોવા મળશે. આ સિરીઝનું નિર્દેશન રોનાલ્ડ સ્કેલ્પેલો દ્વારા કરવામાં આવ્યું છેઅને સિમોન ફેન્ટાઝો દ્વારા લખવામાં આવ્યું છે.
તાજેતરમાં જ એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 'તાજ-ડિવાઈડેડ બાયબ્લડ'ની સમગ્ર સ્ટારકાસ્ટ હાજર હતી.

Click it and Unblock the Notifications