For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તનુશ્રી દત્તાએ અજય દેવગણ પર આરોપ લગાવ્યો, જાણો આખો મામલો

બોલિવૂડના ફેમસ અભિનેતા આલોકનાથ પર #MeToo હેઠળ ઘણી મહિલાઓએ યૌનશોષણના આરોપો લગાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

બોલિવૂડના ફેમસ અભિનેતા આલોકનાથ પર #MeToo હેઠળ ઘણી મહિલાઓએ યૌનશોષણના આરોપો લગાવ્યા છે. હવે આલોકનાથ "દે દે પ્યાર દે" ફિલ્મમાં અજય દેવગણ સાથે જોવા મળી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર આવતાની સાથે જ અજય દેવગણને આલોકનાથ સાથે કામ કરવા બદલ ટ્રોલ કરવામાં આવ્યો. હવે અભિનેત્રી તનુશ્રી દત્તાએ અજય દેવગણ પર ખુલ્લો પ્રહાર કર્યો છે. તનુશ્રી દત્તાએ જણાવ્યું કે, "સિનેમા ખોટા લોકો, શૉ ઓફ કરનારા અને પાખંડીઓથી ભરેલું છે" તેમને આગળ કહ્યું કે આલોકનાથ પર ગંભીર આરોપો સામે આવ્યા પછી ફિલ્મમાં અલોકનાથના સીનને ફરીથી શૂટ કરી શકાતા હતા, પરંતુ તેમને રેપિસ્ટ અલોકનાથને ફિલ્મનો હિસ્સો રાખ્યો.

આ પણ વાંચો: રણદીપ હુડાએ કરી આલિયાની પ્રશંસા તો રંગોલી બોલી, 'કરણ જોહરનો ચાટુકાર છે'

અજય દેવગણ અને મેક્સ અલોકનાથને રિપ્લેસ કરી શકતા હતા

અજય દેવગણ અને મેક્સ અલોકનાથને રિપ્લેસ કરી શકતા હતા

તનુશ્રી દત્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે "દે દે પ્યાર દે" ફિલ્મનું ટ્રેલર સામે આવ્યા પહેલા કોઈને પણ ખબર ના હતી કે આલોકનાથ આ ફિલ્મનો હિસ્સો છે. તેવી સ્થિતિમાં અજય દેવગણ અને મેક્સ અલોકનાથને રિપ્લેસ કરી શકતા હતા. તેમના સીન રીશૂટ કરી શકતા હતા.

અજય દેવગને નિંદા કરી હતી

અજય દેવગને નિંદા કરી હતી

અજય દેવગને #MeToo અભિયાન ઝડપી થયા પછી ટવિટ કરીને આવી ઘટનાઓની નિંદા કરી હતી. તેમને લખ્યું હતું કે #MeToo હેઠળ જે સાંભળવા મળી રહ્યું છે, તે પરેશાન કરે તેવું છે. તેઓ મહિલાઓની સુરક્ષામાં વિશ્વાસ રાખે છે. જો કોઈએ મહિલાઓ સાથે ખોટો વ્યવહાર કર્યો છે તો, તે વ્યક્તિ સાથે હું અને ADF (અજય દેવગણ ફિલ્મ્સ) ક્યારેય પણ ઉભા નહીં રહે.

શુ કહ્યું અજય દેવગને?

શુ કહ્યું અજય દેવગને?

અજય દેવગને કહ્યું કે ફિલ્મનું શૂટિંગ તેમના પર આરોપ લાગ્યા તે પહેલા પૂરું થઇ ગયું હતું. તેમને એવું પણ કહ્યું જે તેના વિશે વાત કરવા માટે આ યોગ્ય જગ્યા નથી. એક તરફ અજય દેવગણનું કહેવું છે કે આલોકનાથ પર આરોપ લગતા પહેલા જ ફિલ્મ શૂટ થઇ ચુકી હતી, જયારે બીજી બાજુ લોકો અલોકનાથને કારણે ફિલ્મને બાયકોટ કરવાનું કહી રહ્યા છે.

English summary
Tanushree Dutta calls Ajay Devgn show-off and hypocrite for working with Aloknath
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X