પોલીસે પગલાં ન ભર્યાં તો અમે હાઈકોર્ટ જવા માટે પણ તૈયારઃ તનુશ્રી દત્તાના વકીલ
અભિનેત્રી તનુશ્રી દત્તા અને નાના પાટેકરના ચાલી રહેલા વિવાદો વચ્ચે શનિવારે એક નવો વળાંક સામે આવ્યો.
મુંબઈઃ અભિનેત્રી તનુશ્રી દત્તા અને નાના પાટેકરના ચાલી રહેલા વિવાદો વચ્ચે શનિવારે એક નવો વળાંક સામે આવ્યો. તનુશ્રી દત્તાએ નાના પાટેકર વિરુદ્ધ લેખિતમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે, આ ફરિયાદમાં અભિનેતા ઉપરાંત ડાંસર ગણેશ આચાર્યનું નામ પણ છે. બીજી બાજુ શનિવારે જયપુરથી પોતાની આગામી ફિલ્મ હાઉસફુલ 4નું શૂટિંગ કરી મુંબઈ પરત ફરેલા નાના પાટેકરે પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા અને કહ્યું કે આ મામલે ટૂંક સમયમાં જ પ્રેસ કોન્ફરન્સ કરશે.

હાઈકોર્ટ જવા માટે પણ તૈયાર છીએઃ તનુશ્રીના વકીલ
આ વિશે મીડિયામાં વાત કરતા તનુશ્રીના વકીલે કહ્યું કે જો આ મામલે પોલીસે પગલાં ન ભર્યાં તો તેઓ હાઈકોર્ટ જવા માટે પણ તૈયાર છે. જણાવી દઈએ કે તનુશ્રી દત્તા શનિવારે લગભગ પાંચ વાગ્યે મુંબઈના અંધેરીમાં ઓશિવરા પોલીસ સ્ટેશને પહોંચી અને ત્યાં એક કલાકથી વધુ સમય સુધી રહી હતી.

મનસે પાર્ટીના ગુંડાઓથી કાર પર હુમલો કરાવડાવ્યો
જણાવી દઈએ કે તનુશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં નાના પાટેકર પર આરોપ લગાવ્યો છે કે આજથી 10 વર્ષ પહેલા એટલે કે 2008માં ફિલ્મ હોર્ન ઑકે પ્લીઝના સેટ પર નાનાએ એમનું સેક્સ્યુઅલ હરેસમેન્ટ તો કર્યું જ ઉપરાંત તેમણે મનસેના ગુંડાઓ બોલાવીને તેમની કાર પર હુમલો પણ કરાવ્યો હતો અને એમના પિતાને ધમકાવ્યા પણ હતા.

નાના પાટેકરે આરોપો વખોડ્યા
જ્યારે નાના પાટેકરે આ તમામ આરોપોને વખોડી કાઢ્યા છે, તેમણે તનુશ્રી દત્તાને ખોટી કહી નોટિસ મોકલી દીધી. નાના પાટેકરે વકીલ રાજેન્દ્ર શિરોડકરને જણાવ્યું કે નોટિસમાં તનુશ્રી દ્વારા લગાવેલા તમામ આરોપો ખોટા હોવાનું જણાવવામાં આવ્યું છે અને એમને માફી માંગવા કહ્યું છે.

બે ભાગમાં વહેંચાઈ ગયું બૉલીવુડ
તનુશ્રી દત્તા અને નાના પાટેકરના આ વિવાદમાં બૉલીવુડ પણ બે ભાગમાં વહેંચાઈ ગયું છે, કોઈ તનુશ્રી દત્તાને સપોર્ટ કરી રહ્યું છે તો કોઈ એમના વિરોધમાં ઉતર્યું છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને આ ગંભીર મુદ્દા પરથી દૂર જ રહેવાનું સ્પષ્ટ કરી દીધું. જ્યારે પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર, સ્વરા ભાસ્કર, પરિણિતી ચોપરા અને ઋચા ચડ્ડા જેવા સ્ટાર્સ તનુશ્રીને સપોર્ટ કરવા માટે આગળ આવ્યા છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
