For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FirstLook: મનમોહન સિંહના વેશમાં આ એક્ટરને ઓળખવા મુશ્કેલ

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર બની રહી છે ફિલ્મસંજય બારુના પુસ્તક ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર પર આધારિત ફિલ્મઆ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર થઇ ચૂક્યો છે

By Shachi
|
Google Oneindia Gujarati News

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર જલ્દી જ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ભૂમિકા નિભાવતા જોવા મળશે. સંજય બારુના 'પુસ્તક ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' પર ફિલ્મ બની રહી છે. આ ફિલ્મનો પ્રથમ લૂક જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અનુપમ ખેર મનમોહન સિંહના અંદાજમાં જોવા મળે છે. ફિલ્મના આ પહેલા પોસ્ટરમાં મનમોહન સિંહની સાથે-સાથે સોનિયા ગાંધી પણ જોવા મળે છે. જો કે, ફિલ્મમાં સોનિયા ગાંધીના ભૂમિકા કોણ ભજવી રહ્યું છે, એ અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

the accidental prime minister

આ ફિલ્મ વર્ષ 2018ના અંત સુધીમાં રિલીઝ થશે, વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી પણ યોજાનાર છે. આથી ફિલ્મને લઇને ઉત્સાહ વધી જાય છે. સુનીલ વહોરા આ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યાં છે, તેમનું માનવું છે કે, આ ફિલ્મ બહુ મોટો પોલિટિકલ ડ્રામા સાબિત થશે. આ ફિલ્મનો સ્ક્રિન પ્લે લખ્યો છે હંસલ મહેતાએ અને ડાયરેક્ટર વિજય ગટ્ટે આ ફિલ્મ થકી ડેબ્યૂ કરવા જઇ રહ્યાં છે.

anupam kher

લોકપ્રિય અખબાર ઇકોનૉમિક્સ ટાઇમ્સ સાથેની વાતચીતમાં અનુપમ ખેરે કહ્યું કે, સમકાલીન ઇતિહાસ સાથે જોડાયેલ કોઇ પણ વ્યક્તિની ભૂમિકા ભજવવી સહેલી વાત નથી, કારણ કે આવા કેસમાં તરત સરખામણી થાય છે. હું આ પડકાર માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. ઉલ્લેખનીય છે કે, સંજય બારુના પુસ્તક ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર બાદ ઘણો વિવાદ સર્જાયો હતો.

English summary
A film based on the story of former PM Manmohan Singh, The Accidental Prime Minister, it's first look out.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X