પદ્માવતી: 'ઘૂમર' સોંગમાં વધુ ખીલ્યો દીપિકાનો રોયલ અવતાર

Written By:
Subscribe to Oneindia News

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી'નું પહેલું ગીત બુધવારે રિલિઝ કરવામાં આવ્યુ હતું. દીપિકા પાદુકોણ પર ફિલ્માવવામાં આવેલા આ ગીતમાં પુરા રાજસ્થાની લૂક સાથે સ્ટેપ કરતી જોવા મળે છે. 'ઘૂમર..' નામનું આ ગીત શ્રેયા ઘોષાલે ગાયુ છે. જેને સંગીત અને લિરિક્સ સંજય લીલા ભણસાલીએ આપ્યા છે. સંજય લીલી ભણસાલીની ફિલ્મ હોય અને જ્યારે સંગીત પણ તેઓએ પોતે બનાવ્યું હોય ત્યારે તેમાં ખામી રહે તેવું થોડું બને! સંજય લીલા ભણસાલી પાસે જેવા પ્રકારના સોંગની અપેક્ષા કરવામાં આવી હતી, 'ઘૂમર' સોંગ એટલું જ શાનદાર છે 

Padmavati

આ ગીતના રિલિઝ સાથે જ ફિલ્મ પદ્માવતીની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. 'ઘૂમર' એ રાજસ્થાની લોક નૃત્યનો એક ભાગ છે અને આ સોન્ગમાં તેના કોરિયોગ્રાફરે તેને ખુબ સુંદર રીતે દર્શાવ્યો છે. આ ગીત વિશે દીપિકાએ જણાવ્યું હતું કે ફિલ્મના શૂટિંની શરૂઆત પણ આ ગીતથી કરવામાં આવી હતી. પદ્માવતી ફિલ્મને આત્યાર સુધીમાં ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો છે. થોડા દિવસો અગાઉ સુરતમાં તેના પોસ્ટર ફાડવાની પણ ઘટની બની હતી. હવે જ્યારે તે 1 ડિસેમ્બરના રોજ રિલિઝ થવા જઇ રહી છે. ત્યારે લોકોને તેનું 'ઘૂમર' સોંગ પસંદ આવ્યુ હતું.

English summary
The first song of Padmavati, starring Deepika Padukone and Shahid Kapoor is now out.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.