For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બમ'નું નામ બદલાઈ ગયું, હવે આ નામે ઓળખાશે

અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બમ'નું નામ બદલાઈ ગયું, હવે આ નામે ઓળખાશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અક્ષય કુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ લક્ષ્મી બમનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરાયું હતું. આ ફિલ્મના ટ્રેલરે ધમાલ મચાવી દીધો હતો. પરંતુ હવે આ ફિલ્મને લઈ મોટા સમાચાર આવી રહ્યા છે. અહેવાલ છે કે ફિલ્મ લક્ષ્મી બમનું નામ બદલી મેકર્સી 'લક્ષ્મી' કરી દીધું છે. જણાવી દઈએ કે ફિલ્મના નિર્દેશક રાઘવ લોરેંજ આજે સેંસર સર્ટિફિકેટ માટે ગયા હતા. આ અવસર પર સીબીએફસી સાથે થયેલ ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે દર્શકોની ભાવનાઓને ધ્યાનમાં રાખી ફિલ્મના નિર્માતા શબીના ખાન, તુષાર કપૂર અને અક્ષય કુમારે ફિલ્મ લક્ષ્મી બમનું ટાઈટલ લક્ષ્મી કરવાનો નિર્ણય લીધો છે.

laxmi bomb

આ સમાચાર બાદ અક્ષય કુમાર અને કિયારા અડવાણીની આ ફિલ્મ હવે લક્ષ્મી ટાઈટલના નામથી ઓળખાશે. આ ફિલ્મનું પ્રીમિયર 9 નવેમ્બરે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર વીઆઈપી પર પ્રસારણ થશે. ફેન્સ પણ સમાચાર પર ખુબ રિએક્ટ કરી રહ્યા છે. ગત દિવસો કેટલાય સંગઠનોએ પણ ફિલ્મનું નામ બદલવાની માંગ કરી હતી.

Pics: 'બાલિકા વધૂ' ફેમ અવિકા ગૌરનુ સેક્સી ટ્રાન્સફોર્મેશન, પોતાનુ મોટુ પેટ જોઈને રડી પડી હતીPics: 'બાલિકા વધૂ' ફેમ અવિકા ગૌરનુ સેક્સી ટ્રાન્સફોર્મેશન, પોતાનુ મોટુ પેટ જોઈને રડી પડી હતી

જણાવી દઈએ કે અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બમ ભારતમાં માત્ર 24 કલાકમાં 70 મિલિયન વ્યૂ સાથે સૌથી વધુ જોવાતું ફિલ્મ ટ્રેલર સાબિત થયું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પહેલા આ ફિલ્મ આ વર્ષે મે મહિનામાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના અને લૉકડાઉનને કારણે લક્ષ્મીની રિલીઝ ડેટ ટાળી દેવામાં આવી. લક્ષ્મી બમ હિન્દી ભાષા આધારિત હૉરર કોમેડી ફિલ્મ છે, જેને સાઉથ એક્ટર રાઘવ લોરેન્સે ડાયરેક્ટ કરી છે. અક્ષય કુમાર અને કિયારા અડવાણીની આ ફિલ્મ ફૉક્સ સ્ટાર સ્ટૂડિયોજ અને કેપ ઑફ ગુડ ફિલ્મ્સના બેનર હેઠળ તૈયાર કરી છે.

English summary
The name of Akshay Kumar's film 'Lakshmi Bomb' has been changed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X