For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘હમ આપકે હે કોન' ફિલ્મ બનાવનાર રાજકુમાર બડજાત્યાનું નિધન, શોકમાં બોલિવુડ

બોલિવુડના જાણીતા પ્રોડ્યુસર રાજકુમાર બડજાત્યાનું ગુરુવારે સવારે નિધન થઈ ગયુ. તે બીમાર હતા અને સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ભરતી હતા.

|
Google Oneindia Gujarati News

બોલિવુડના જાણીતા પ્રોડ્યુસર રાજકુમાર બડજાત્યાનું ગુરુવારે સવારે નિધન થઈ ગયુ. તે બીમાર હતા અને સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ભરતી હતા. બડજાત્યાના નિધનથી સમગ્ર બોલિવુડ શોકમાં છે. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહતાએ પોતાના ટ્વિટર પર લખ્યુ - 'ખૂબ જ ચોંકાવનારા સમાચાર, શ્રી રાજકુમાર બડજાત્યાનું થોડી મિનિટો પહેલા સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટમાં નિધન થઈ ગયુ. વિશ્વાસ નથી આવતો. એક સપ્તાહ પહેલા પ્રભાદેવી ઓફિસમાં તેમની સાથે મુલાકાત થઈ. તેમણે મારા અને પરિવાર સાથે ઘણો સમય પસાર કર્યો. તે એકદમ સારા લાગી રહ્યા હતા અને હવે તે ચાલ્યા ગયા.'

rajkuma badjatya

આ ઉપરાંત અન્ય ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે લખ્યુ - 'રાજકુમાર બડજાત્યાના નિધનથી ચક્તિ અને દુઃખી છુ. પ્રેમથી રાજા બાબુ કહેવાતા બડજાત્યા ખૂબ જ મીઠી વાણીવાળા હતા. સૂરજ અને બડજાત્યા અને રાજશ્રી પરિવારને મારી સહાનુભૂતિ.' આ ઉપરાંત બડજાત્યાના ફેન્સને પણ તેમના અચાનક નિધનથી ધક્કો લાગ્યો છે. લોકો તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે રાજકુમાર બડજાત્યાએ રાજશ્રી પ્રોડક્શન હેઠળ - 'હમ આપકે હે કોન', 'હમ સાથ સાથ હે', 'વિવાહ' અને 'પ્રેમ રતન ધન પાયો' જેવી મોટી ફિલ્મો આપી છે. તેમના દ્વારા નિર્મિત છેલ્લી ફિલ્મ 'હમ ચાર' 15 ફેબ્રુઆરી 2019ના રોજ રિલીઝ થઈ. રાજકુમારના પરિવારમાં તેમની પત્ની સુધી બડજાત્યા અને પુત્ર સૂરજ બડજાત્યા છે. તમને જણાવી દઈએ કે રાજકુમાર બડજાત્યાએ મહેશ ભટ્ટ સાથે આસિસટન્ટ ડાયરેક્ટર તરીકે પોતાનું કેરિયર શરૂ કર્યુ હતુ અને વર્ષ 1989માં ફિલ્મ 'મૈને પ્યાર કિયા'ના નિર્દેશમાં ડેબ્યુ કર્યુ. સલમાન ખાન અને ભાગ્યશ્રીની આ ફિલ્મને આજ સુધી ખૂબ જ પસંદ કરવામાં આવે છે. રાજકુમાર બડજાત્યાના નિધન અંગે રાજશ્રીના ટ્વિટર પરથી પણ પુષ્ટિ કરવામાં આવી છે. આ ઉપરાંત બોલિવુડના ઘણા મોટા સ્ટાર્સ રાજકુમાર બડજાત્યાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ કુલભૂષણ જાધવ કેસઃ ભારતે પાકિસ્તાનની અભદ્ર ભાષા પર વાંધો દર્શાવ્યોઆ પણ વાંચોઃ કુલભૂષણ જાધવ કેસઃ ભારતે પાકિસ્તાનની અભદ્ર ભાષા પર વાંધો દર્શાવ્યો

English summary
the well known bollywood producer rajkumar barjatya died in hospital in mumbai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X