For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંઈક મોટુ છૂપાવવામાં લાગી હતી મુંબઈ પોલિસઃ સુશાંત પરિવારના વકીલ વિકાસ સિંહનો આરોપ

સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે કહ્યુ કે એનસીબી દ્વારા ધરપકડ થવાથી પરિવારનો ડર સાબિત થાય છે કે મુંબઈ પોલિસ કંઈક છૂપાવવા માંગતી હતી.

|
Google Oneindia Gujarati News

પટનાઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલની તપાસ કરી રહેલ નેશનલ ક્રાઈમ બ્યુરોએ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડાની ધરપકડ કરી લીધી છે. ધરપકડ પહેલા આ બંનેના ઘરે એનસીબીની ટીમે સર્ચ ઑપરેશન ચલાવ્યુ. લગભગ બે-ત્રણ કલાક ચાલેેલી આ સર્ચ દરમિયાન એનસીબીએ શોવિક અને સેમ્યુઅલના ઈલેક્ટ્રોનિક ડિવાઈસને કબ્જામાં લીધુ. વળી, સીબીઆઈ સુશાંત સિંહના મોતના કારણ અને ઈડી આ કેસમાં થયેલ મની લોંડ્રીંગ માટે તપાસ કરી રહી છે.

આ કેસમાં ઘણા એંગલ છે

આ કેસમાં ઘણા એંગલ છે

આ દરમિયાન સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે કહ્યુ, 'એનસીબી દ્વારા ધરપકડ થવાની પરિવારનો ડર સાબિત થાય છે કે મુંબઈ પોલિસ કંઈક છૂપાવવા માંગતી હતી. સ્પષ્ટ રીતે આ કેસમાં ઘણા એંગલ છે. સુશાંતના પરિવારને આશા છે કે હજુ વધુ એંગલ સામે આવશે.' આ તરફ સીબીઆઈની ટીમ સુશાંતના બાંદ્રા સ્થિત ઘરે પહોંચી છે. એક વાર ફરીથી સીબીઆઈની ટીમ સુશાંતના ઘરે ક્રાઈમ સીન રી-ક્રિએટ કરશે.

શોવિક-સેમ્યુઅલનો થયો કોરોના ટેસ્ટ

શોવિક-સેમ્યુઅલનો થયો કોરોના ટેસ્ટ

એનસીબીના ઉપનિર્દેશક (સંચાલન) કેપીએસ મલ્હોત્રાએ કહ્યુ, 'રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાંડા, ઝૈદ વિલાત્રા અને કૈઝન ઈબ્રાહિમને મુંબઈની સાયલ હોસ્પિટલમાં કોવિડ-19 પરીક્ષણ માટે લાવવામાં આવ્યા છે.' જો કે એનસીબી હજુ શોવિક-સેમ્યુઅલનો ડ્રગ ટેસ્ટ નહિ કરાવે. વળી, એનસીબીના ઉપ નિર્દેશક કેપીએસ મલ્હોત્રાએ કહ્યુ, 'આજે એનસીબી દીપેશ સાવંતનુ નિવેદન નોંધશે. તેની ધરપકડ કરવામાં આવી નથી કારણકે તે સાક્ષીની ભૂમિકા નિભાવી રહ્યા છે.'

દીપેશ સાવંતની પણ પૂછપરછ

દીપેશ સાવંતની પણ પૂછપરછ

ઉલ્લેખનીય છે કે રિયા ચકવર્તીના ઘરે શુક્રવારે સવારે લગભગ સાડા 6 વાગે રેડની કાર્યવાહી શરૂ થઈ હતી જે ચાર કલાક સુધી ચાલી. રિયા-શોવિક અને મિરાંડના ઘરની તલાશી લીધા બાદ શોવિકનુ લેપટૉપ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. રિયાના ઘરેથી NCBએ અમુક ડિજિટલ ઉપકરણોને પણ સીઝ કર્યા. એનસીબીની ટીમે સુશાંતના પૂર્વ સ્ટાફ દીપેશ સાવંતની પણ ઑફિસ લઈ જઈને મોડી રાત સુધી પૂછપરછ કરી હતી.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ - ચીન એકપક્ષીય રીતે બૉર્ડરની સ્થિતિ બદલવામાં લાગ્યુસંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ - ચીન એકપક્ષીય રીતે બૉર્ડરની સ્થિતિ બદલવામાં લાગ્યુ

English summary
There was something very big that Mumbai Police wanted to hide: Vikas Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X