ખૂબસુરત ચહેરાના ભરોસે ચાલે છે આ અભિનેત્રીઓની દુકાન, એક્ટિંગમાં કંઈ ખાસ લેવાનું નથી!
બોલિવૂડની દુનિયા ગ્લેમરસની દુકાન છે. આ દુનિયામાં સફળ થવા માટે ખૂબસુરત હોવુ એ પહેલી પ્રાથમિકતા છે. જો કોઈ પણ અભિનેત્રીએ બોલિવૂડમાં પગ જમાવવો હોય તો તેને તેના ચહેરા અને ફિગર પર વધારે ધ્યાન આપવાની જરૂર પડે છે.
બોલિવૂડની દુનિયા ગ્લેમરસની દુકાન છે. આ દુનિયામાં સફળ થવા માટે ખૂબસુરત હોવુ એ પહેલી પ્રાથમિકતા છે. જો કોઈ પણ અભિનેત્રીએ બોલિવૂડમાં પગ જમાવવો હોય તો તેને તેના ચહેરા અને ફિગર પર વધારે ધ્યાન આપવાની જરૂર પડે છે. બોલિવૂડમાં ઘણી અભિનેત્રીએ એવી પણ છે જે માત્ર તેની ખૂબસુરતીના કારણે ટકી રહી છે. તેની એક્ટિંગ સાવ સાધારણ લેવલની કહી શકાય.

દિશા પટણી
દિશા પટણી સોશિયલ મીડિયા સ્ટાર છે. તે ટાઈગર શ્રોફ સાથે બાગી 2 અને રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે દરેક વખતે એક્ટિંગને લઈને ટ્રોલના નિશાને રહે છે.

નોરા ફતેહી
નોરા ફતેહી તેના હોટ ફિગર અને આઈટમ સોન્ગ માટે જાણીતી છે. જો કે તે ફિલ્મોમાં પણ જોવા મળી છે પરંતું એક્ટિંગ સાધારણ જોવા મળે છે.

એશા ગુપ્તા
એશા ગુપ્તા તેના બોલ્ડ અવતાર માટે જાણીતી છે. તેની એક્ટિંગ પણ સાધારણ લેવલની છે. ઘણી ફિલ્મો કર્યા બાદ પણ તેની એક્ટિંગને કોઈ વખાણતું નથી.

તારા સુતરીયા
તારા સુતારિયા ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. જો કે તેની કોઈ ફિલ્મમાં તેની એક્ટિંગે લોકોને પ્રભાવિત કર્યા નથી. તેની ફિલ્મોમાં મોટાભાગે તે ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે.

વાણી કપૂર
વાણી કપૂરની ફિલ્મ શમશેરા હાલમાં જ રિલિઝ થઈ છે. આ ફિલ્મમાં તે રણબીર કપૂર સાથે હતી. આ ફિલ્મમાં લોકોને તેની એક્ટિંગ ખાસ પસંદ આવી નથી. આ સિવાય તે વોર, બેલ બોટમ અને બેફિકરે જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે.

સની લિયોન
ભુતપુર્વ પોર્ન સ્ટાર સની લિયોન ફિલ્મોમાં બોલ્ડ સીન આપી શકે છે પરંતુ તેની એક્ટિંગમાં કોઈ દમ નથી. તેની મોટા ભાગની ફિલ્મો પણ બોલ્ડ જ હોય છે.

જેકલીન ફર્નાન્ડીઝ
જેકલીન ફર્નાન્ડીઝ ફિલ્મ રામ સેતુમાં જોવા મળશે. જેકલીન પણ એક્ટિંગ શ્રેત્રે કંઈ ખાસ કરી શકી નથી. તે પણ તેની એક્ટિંગને લઈને સતત ટ્રોલ્સના નિશાને રહે છે.












Click it and Unblock the Notifications
