હિટ ફિલ્મોથી શરૂઆત છત્તા બોલિવૂડમાં પગ ન જમાવી શકી આ અભિનેત્રીઓ, આજે ક્યાં છે કોઈને ખબર નથી

ગદર જેવી સુપર હિટ ફિલ્મ આપનારી અમિષા પટેલ પણ ફિલ્મોથી દુર છે. કહો ના...પ્યાર હૈ અને ગદર જેવી ફિલ્મો બાદ પણ અમીષાનું કરિયર કંઈ ખાસ સફળ રહ્યું નથી.

ફિલ્મી દુનિયામાં કોણ ક્યારે સ્ટાર બની જાય તેનું કંઈ નક્કી નથી. બીજી તરફ તેનાથી ઉલ્ટુ કયા સુપર સ્ટારને રાતોરાત જમીન પર લાવીને મુકી દે તેનું પણ કંઈ નક્કી હોતુ નથી. આજે આપણે કેટલીક આવી જ અભિનેત્રીઓની વાત કરવાના છીએ. આ અભિનેત્રીઓએ હિટ ફિલ્મોથી બોલિવૂડમાં પગ મુક્યો પરંતુ કંઈ ખાસ કરી શકી નહી.

મહિમા ચૌધરી

મહિમા ચૌધરી

ફિલ્મ પરદેશથી બોલિવૂડમાં એન્ટ્રી લેનારી મહિમા ચૌધરીનું કરિયર કંઈ ખાસ પાટા પર ચડી શક્યુ નહી. શાહરૂખ ખાન સાથે મહિમા ચૌધરીની ફિલ્મ પરદેશ એક માઈલ સ્ટોન ફિલ્મ હતી. જો કે તેમ છત્તા મહિમાને કોઈ ફાયદો થયો નથી.

ગ્રેસી સિંહ

ગ્રેસી સિંહ

અભિનેત્રી ગ્રેસી સિંહે સુપર હિટ ફિલ્મ લગાનથી બોલિવૂડમાં પગ મુક્યો હતો. અહીં આમીર ખાન સાથે ફિલ્મી કરિયરની શરૂઆત છતા પણ તેનું કરિયર કંઈ ખાસ રહ્યું નથી. ઓસ્કાર માટે નોમિનેશન થયેલી ફિલ્મથી શરૂઆત કરવા છત્તા ગ્રેસી સફળ થઈ શકી નહીં.

અમીષા પટેલ

અમીષા પટેલ

ગદર જેવી સુપર હિટ ફિલ્મ આપનારી અમિષા પટેલ પણ ફિલ્મોથી દુર છે. કહો ના...પ્યાર હૈ અને ગદર જેવી ફિલ્મો બાદ પણ અમીષાનું કરિયર કંઈ ખાસ સફળ રહ્યું નથી. જો કે હાલ તે ફરીથી ગદર 2માં જોવા મળશે.

ભાગ્યશ્રી

ભાગ્યશ્રી

ભાગ્યશ્રીએ સલમાન ખાન સાથે મૈંને પ્યાર કિયાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. રાજશ્રી પ્રોડક્શનની આ ફિલ્મ સલમાન ખાન અને ભાગ્યશ્રી બંનેની કારકિર્દી માટે માઈલ સ્ટોન સાબિત થઈ હતી. જો કે ભાગ્યશ્રી લાંબો સમય ટકી શકી નહીં અને ટૂંક સમયમાં જ બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ.

ગાયત્રી જોશી

ગાયત્રી જોશી

સ્વદેશમાં શાહરૂખ ખાન સાથે ડેબ્યૂ કર્યા પછી બોલિવૂડમાં ગાયત્રીને લઈને ઘણી ઉમ્મીદ હતી. જો કે પહેલી ફિલ્મ પછી ગાયત્રી જોશી બોલિવૂડમાંથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ. હાલ તે શું કરી રહી છે તે પણ લોકોને ખબર નથી.

સોહા અલી ખાન

સોહા અલી ખાન

સોહા અલી ખાન આમિર ખાનની ફિલ્મ રંગ દે બસંતીમાં જોવા મળી હતી. આ સિવાય હિટ ફિલ્મ દિલ માંગે મોર જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આમ છતાં તે તેની કારકિર્દીમાં વધુ સફળ થઈ શકી નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X