આજે બ્યૂટી ક્વિન થઈને ફરતી આ અભિનેત્રીઓ ક્યારેક તેના સ્કીન કલરને લઈને ટ્રોલ થઈ હતી!
સોશિયલ મીડિયા એક તરફ આશિર્વાદરૂપ તો બીજી તરફ માથાના દુખાવા સમાન છે. બોલિવૂડ સ્ટાર અને ફિલ્મોથી લઈને રાજનીતિક ઘટનાઓ સતત નેટિજન્સના નિશાને રહે છે. ટ્રોલ્સ આર્મી સતત તૈયાર બેઠી હોય છે.
સોશિયલ મીડિયા એક તરફ આશિર્વાદરૂપ તો બીજી તરફ માથાના દુખાવા સમાન છે. બોલિવૂડ સ્ટાર અને ફિલ્મોથી લઈને રાજનીતિક ઘટનાઓ સતત નેટિજન્સના નિશાને રહે છે. ટ્રોલ્સ આર્મી સતત તૈયાર બેઠી હોય છે. ટ્રોલ્સ આર્મી કોઈપણ સેલેબ્રિટીને ગમે ત્યારે આડેહાથ લઈ લે છે. આજે અમે તમને એવી જ એક વાત કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે એ અભિનેત્રીઓની વાત કરવાના છીએ, જે તેના સ્કીન કલરને લઈને ટ્રોલ્સના નિશાને ચડી ચુકી છે.

સુમ્બુલ તૌકીર ખાન
સુમ્બુલ તૌકીર ખાન આ દિવસોમાં બિગ બોસને લઈને ચર્ચામાં છે. પરંતુ અભિનેત્રીને આ દિવસોમાં તેના સ્કીન કલરને લઈને ટ્રોલ્સનો સામનો કરવો પડી રહ્યો છે.

શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી આજે ભલે સ્ટાઈલ આઈકોન ગણાય છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેણીને તેના રંગને કારણે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

નિયા શર્મા
નિયા શર્મા અવારનવાર પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે. એશિયાની સૌથી ગ્લેમરસ મહિલાઓની યાદીમાં સામેલ હોવા છતાં પણ લોકો આ અભિનેત્રીના ડાર્ક કોમ્પ્લેક્શનની મજાક ઉડાવે છે.

બિપાશા બાસુ
બિપાશા બાસુ તેના કોમ્પ્લેક્શન માટે કેટલી ટ્રોલ થઈ છે તે કોઈનાથી છુપાયેલ નથી. આ અભિનેત્રીએ ઘણીવાર તેની સાથે રંગભેદ વિશે ખુલીને વાત કરી છે.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરાને આજે કોઈ ઓળખની જરૂર નથી, પરંતુ એક સમય એવો હતો જ્યારે ડસ્કી હોવાને કારણે તેને ફિલ્મો મળતી ન હતી.

ઉલ્કા ગુપ્તા
બન્ની ચાઉ હોમ ડિલિવરીમાં મુખ્ય પાત્ર ભજવનાર ઉલ્કા ગુપ્તા પણ તેના રંગને કારણે ટ્રોલિંગનો શિકાર બની ચુકી છે.

કૃતિકા સેંગર
કૃતિકા સેંગર ઝાંસી કી રાનીમાં રાણી લક્ષ્મીબાઈની મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ અભિનેત્રીને આ શોથી ઘણી લોકપ્રિયતા મળી હતી પરંતુ તેણે પણ રંગને કારણે ઘણા ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો.












Click it and Unblock the Notifications
