...તો કપૂર્સ ફાવી જાય, ખાન વૉર થોભી જાય, સંજૂને નવો મિત્ર મળે!
મુંબઈ, 21 મે : હિટ એન્ડ રન કેસ સલમાન ખાન માટે જેલનો ગાળિયો બનતો જાય છે. સાક્ષીઓ દ્વારા સલમાન ખાનની ઓળખ થતાની સાથે જ સલમાન ખાન માટે મુશ્કેલીઓ વધતી જાય છે.
હિટ એન્ડ રન કેસમાં પુનઃ સુનાવણી સલમાન ખાન માટે સંકટ લઈ આવી હોય તેવુ લાગે છે અને આ સાથે જ સલમાન ખાનના જેલ જવાની શક્યતાઓ પણ વધતી જાય છે. બીજી બાજુ જેમ જેમ સલમાન સામે હિટ એન્ડ રન કેસનો ગાળિયો કસાતો જાય છે, તેમ તેમ તેમના જેલ જવા અંગેની અટકળો અને તે પછીની પરિસ્થિતિઓ ઉપર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
બૉલીવુડમાં અનેકના મનમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે કે જો સલમાન ખાન જેલ જતા રહે, તો શું થશે? બૉલીવુડમાં દબંગ તરીકે સ્થાપિત થયેલા સલમાન ખાને અનેકના કૅરિયર બનાવ્યા છે, તો અનેક લોકો સાથે તેમના વિવાદો પણ ચર્ચામાં રહ્યાં છે. હવે જો સલમાન ખાન જેલમાં જતા રહે તો શું શું થાય?
ચાલો તસવીરો સાથે આપને બતાવીએ કે સલમાન ખાન જેલમાં જાય તો શું-શું થાય?

કપૂર્સ ફાવી જાય
ત્રણ ખાનમાંથી એક ખાન ખરી જાય, તો બૉલીવુડમાં કપૂર્સનો દબદબો વધી જાય. જો સલમાન જેલ જતા રહે, તો બૉલીવુડમાં કપૂર ખાનદાનનો દબદબો દબી જાય.

સંજૂને મળે નવો મિત્ર
સલમાન ખાન સંજય દત્તના ખરાબ સમયમાં તેમની પડખે રહેતા આવ્યાં છે. જો સલમાન જેલ જાય, તો સંજૂને સલમાન તરીકે નવો મિત્ર મળી જાય. બંને જેલમાં બેસી ફિલ્મોની સ્ક્રિપ્ટ અને અન્ય વ્યવસાયો અંગે વિચારી શકે.

500 કરોડનુ નુકસાન
અનેક ફિલ્મ નિર્માતાઓના 500 કરોડ રુપિયા સલમાન ઉપર લાગેલા છે. સલમાન જેલ જાય, તો સાજિદ નડિયાદવાલાની કિક, સૂરજ બરજાત્યાની પ્રેમ રતન ધન પાયો અને અનીસ બઝ્મીની નો એન્ટ્રી મેં એન્ટ્રી જેવી ફિલ્મો લટકી જાય.

સલમાનના કથિત લગ્ન રદ્દ થાય
સલમાન ખાન જો જેલ જતા રહે, તો અફવાઓ મુજબ લુલિયા સાથે તેમના સંભવિત લગ્ન રદ્દ થઈ જાય.

ખાન પાવર
જો સલમાન જેલના સળિયા પાછળ જતા રહે, તો સલમાન અને શાહરુખ ખાન વચ્ચેની વૉર થોભી જાય. સલમાનની ગેરહાજરીમાં આમિર-શાહરુખ બૉલીવુડ પર રાજ કરે.

બૉક્સ ઑફિસના નવા કિંગ્સ
સલમાન જેલ જતાં શાહરુખ ખાન, આમિર ખાન, અક્ષય કુમાર અને રણબીર કપૂરે ફાયદો થઈ જાય, તો રણવીર સિંહ, આયુષ્માન ખુરાના, અભિષેક બચ્ચન અને હૃતિક રોશન જેવા અભિનેતાઓને પણ બ્લૉબસ્ટર ફિલ્મો કરવાની તક મળે. સલમાનના ફૅવરિટ દિગ્દર્શકો આ એક્ટર્સ તરફ વળે.

અર્પિતના લગ્ન અટકી પડે
સલમાન ખાનના નાના બહેન અર્પિતા ખાન દિલ્હીના આયુષ શર્મા સાથે ડેટિંગ કરી રહ્યાં છે અને બંનેના લગ્ન થવાનાં છે. સલમાન જેલ જાય, તો અર્પિતા-આયુષના લગ્ન પોસ્ટપોન્ડ થઈ જાય.

સૂરજનો ઉદય જ નહીં થાય
સલમાન જેલ જતા સૌથી મોટો ફટકો આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીને પડે કે જેમને લઈ સલમાન ખાન હીરોની રીમેક બનાવી રહ્યાં છે. સલમાન જેલ જાય, તો સૂરજનો ઉદય મુશ્કેલીમાં મુકાઈ જાય.

ન્યુ ભાઈ - સૂરજ ભાઈ
સલમાન જેલ જાય, તો બૉલીવુડમાંથી ભાઈનો બાદ થઈ જાય અને સૂરજ પંચોલી તરીકે નવો ભાઈ પેદા થાય કે જે જિયા ખાન હત્યા કેસમાં આરોપી છે.

વિવેક વર્સિસ સલમાન
સલમાન ખાને બૉલીવુડમાં અનેકના કૅરિયર બનાવ્યા છે, તો અનેકના કૅરિયરને લૂણો પણ લગાડ્યો છે. ઐશ્વર્યા રાયના કારણે સલમાન સાથે પંગો લેનાર વિવેક ઓબેરૉયને સલમાન જેલ જતા ફિલ્મોની દૃષ્ટિએ મોટો અવકાશ મળી શકે.