પરિણીત હોવા છત્તા પણ બીજીના ચક્કરમાં પડ્યા આ બોલિવૂડ સ્ટાર, લિસ્ટમાં એકથી એક મોટા નામ સામેલ
બોલિવૂડ સ્ટાર તેની ફિલ્મો સાથે સાથે તેમની અંગત લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. ઘણા બોલિવૂડ સ્ટાર લગ્ન પછી પણ તેના બીજી અભિનેત્રીઓ સાથેના અફેર માટે ચર્ચામાં આવ્યા છે. આ લિસ્ટમાં ધર્મેન્દ્રથી લઈને શાહરૂખ ખાન સહિતના નામ સામેલ છે.

ધર્મેન્દ્ર
ધર્મેન્દ્રનું નામ આ લિસ્ટમાં સૌથી જાણીતું છે. ધર્મેન્દ્રએ હેમા માલિની માટે પોતાનો ધર્મ પણ બદલવ્યો છે. તે મુંબઈ આવ્યો ત્યારે તે પરિણીત હતો અને પિતા બની ગયો હતો. પરંતુ હેમા માલિનીને મળ્યા બાદ તેને હેમા સાથે પ્રેમ થયો અને બીજા લગ્ન કરી લીધા.
સની દેઓલ
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલ પણ આ લિસ્ટમાં સામેલ છે. કહેવાય છે કે તેની પહેલી ફિલ્મ બેતાબના શૂટિંગ દરમિયાન તેને અમૃતા સિંહ સાથે પ્રેમ થઈ ગયો હતો. સની તે સમયે પરિણીત હતો અને તેની પત્ની પૂજા લંડનમાં હતી. સનીએ લગ્નની વાત બધાથી છુપાવીને રાખી હતી.
શાહરૂખ ખાન
શાહરૂખ ખાનના જીવનમાં એક એવો સમયગાળો પણ આવ્યો જ્યારે તેનું દિલ પ્રિયંકા ચોપરા પર આવી ગયુ હતુ. ગૌરી ખાનને તે સમયે આ સંબંધની જાણ હતી. જે બાદ તેણે શાહરૂખ ખાનનો ક્લાસ લીધો. આ પછી શાહરૂખ અને પ્રિયંકાએ ક્યારેય સાથે કામ કર્યું નથી.
અક્ષય કુમાર
અક્ષય કુમાર પણ આ લિસ્ટમાં છે. અક્ષય અને પ્રિયંકાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આ દરમિયાન તેમની નિકટતાના સમાચારે ભારે હોબાળો મચાવ્યો હતો. આ અવાજ ટ્વિંકલના કાન સુધી પણ પહોંચ્યા. આ પછી તેને પણ પ્રિયંકાને પડતી મુકવી પડી.
રિતિક રોશન
રિતિક રોશન અને કંગના રનૌત વચ્ચે એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનું પણ કહેવાય છે. એવું કહેવાય છે કે ક્રિશ 3 દરમિયાન બંનેનું અફેર હતું અને તેના કારણે રિતિકે સુઝેન સાથે છૂટાછેડા લીધા હતા.












Click it and Unblock the Notifications
