છુટાછેડા સુધી પહોંચી પાછા વળ્યા આ બોલિવૂડ સ્ટાર, હવે સાથે જીવી રહ્યા છે.

બોલિવૂડ સ્ટાર તેમની અંગત લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે. ઘણા ફિલ્મી સ્ટારના લગ્ન જીવનમાં પણ ફિલ્મોની જેમ જ વણાંક આવે છે.

બોલિવૂડ સ્ટાર તેમની અંગત લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે. ઘણા ફિલ્મી સ્ટારના લગ્ન જીવનમાં પણ ફિલ્મોની જેમ જ વણાંક આવે છે. આજે અમે તમને કેટલાક એવા બોલિવૂડ સ્ટાર વિશે જણાવવાના છીએ, જેઓએ છુટાછેડા માટેની તમામ તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ આખરે મન બદલાયુ અને હવે મનાની જિંદગી જીવી રહ્યા છે.

ધનુષ અને ઐશ્વર્યા

ધનુષ અને ઐશ્વર્યા

ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે પણ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર તેમના લગ્નના અંતની જાહેરાત કરી હતી. બાદમાં આ બંને સ્ટાર્સના પરિવારજનોએ આ મામલે મહત્વની ભૂમિકા ભજવી અને આ સ્ટાર કપલને લગ્ન બચાવવાની સલાહ આપી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિવારજનોને સમજાવ્યા બાદ આ બંને સ્ટાર્સે તેમના લગ્નને બીજી તક આપવાનો નિર્ણય કર્યો છે.

નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયા

નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયા

નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાના પણ છૂટાછેડા થવાના હતા. નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ તેના પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. આ સ્ટાર કપલના ઘરની લડાઈ મીડિયામાં છવાઈ ગઈ હતી. ઘણા મહિનાઓના મીડિયા ટ્રાયલ પછી, નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયા આખરે સાથે પાછા વળ્યા અને તેમના લગ્નને બીજી તક આપી.

મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર

મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર

મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરે પણ લવ મેરેજ કર્યા હતા. તેમના લગ્ન બાદ બે બાળકો છે. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પહેલા બાળક ગૌતમના જન્મ પછી નમ્રતા શિરોકાદર અને મહેશ બાબુ વચ્ચે અણબનાવ થયો હતો. જેના કારણે આ સ્ટાર કપલ લગભગ 1 વર્ષ સુધી અલગ રહ્યા હતા. અહેવાલો અનુસાર, તે સમયે નમ્રતા શિરોડકરે મહેશ બાબુ સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય પણ લીધો હતો. જો કે, બાદમાં બંનેએ તેમના લગ્નને બીજી તક આપવાનું નક્કી કર્યું.

ઋષિ કપૂર અને નીતુ કપૂર

ઋષિ કપૂર અને નીતુ કપૂર

ફિલ્મ સ્ટાર્સ ઋષિ કપૂર અને નીતુ કપૂરના લગ્ન પણ ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થયા હતા. નીતુ કપૂર તેના પતિની દારૂની લતથી પરેશાન હતી. જેના કારણે તે આ લગ્ન તોડવા માંગતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીતુ કપૂરે ઋષિ કપૂરથી અલગ થવાનું મન લગભગ બનાવી લીધું હતું. જો કે, બાદમાં બંનેનું સમાધાન થયું અને બંને છેલ્લા શ્વાસ સુધી સાથે રહ્યા.

ચારુ આસોપા અને રાજીવ સેન

ચારુ આસોપા અને રાજીવ સેન

ટીવી સિરિયલ સ્ટાર્સ ચારુ આસોપા અને રાજીવ સેનના લગ્ન હંમેશા ઉતાર-ચઢાવમાંથી પસાર થયા છે. લગ્ન બાદ આ કપલે બે વખત અલગ થવાનો નિર્ણય લીધો હતો. બાદમાં બંને સ્ટાર્સે ફરીથી તેમના લગ્નની બીજી તક આપવાની વાત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X